संसारोत्थप्रबलसुखदुःखाटवीदूरवर्ती ।
स्वात्मभ्रष्टो भवति बहिरात्मा बहिस्तत्त्वनिष्ठः ।।२५८।।
‘‘[શ્લોકાર્થઃ — ] અંતરાત્માના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા (ત્રણ) ભેદો છે; અવિરત સમ્યગ્દ્રષ્ટિ તે પહેલો (જઘન્ય) અંતરાત્મા છે, ક્ષીણમોહ તે છેલ્લો (ઉત્કૃષ્ટ) અંતરાત્મા છે અને તે બેની મધ્યમાં રહેલો તે મધ્યમ અંતરાત્મા છે.’’
વળી (આ ૧૪૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] યોગી સદા સહજ પરમ આવશ્યક કર્મથી યુક્ત રહેતો થકો સંસારજનિત પ્રબળ સુખદુઃખરૂપી અટવીથી દૂરવર્તી હોય છે તેથી તે યોગી અત્યંત આત્મનિષ્ઠ અંતરાત્મા છે; જે સ્વાત્માથી ભ્રષ્ટ હોય તે બહિઃતત્ત્વનિષ્ઠ (બાહ્ય તત્ત્વમાં લીન) બહિરાત્મા છે. ૨૫૮.
અન્વયાર્થઃ — [यः] જે [अन्तरबाह्यजल्पे] અંતર્બાહ્ય જલ્પમાં [वर्तते] વર્તે છે, [सः] તે [बहिरात्मा] બહિરાત્મા [भवति] છે; [यः] જે [जल्पेषु] જલ્પોમાં [न वर्तते] વર્તતો નથી, [सः] તે [अन्तरंगात्मा] અંતરાત્મા [उच्यते] કહેવાય છે.
૨૯૬ ]