૨૯૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा हि —
(मंदाक्रांता)
मुक्त्वा जल्पं भवभयकरं बाह्यमाभ्यन्तरं च
स्मृत्वा नित्यं समरसमयं चिच्चमत्कारमेकम् ।
ज्ञानज्योतिःप्रकटितनिजाभ्यन्तरांगान्तरात्मा
क्षीणे मोहे किमपि परमं तत्त्वमन्तर्ददर्श ।।२५9।।
जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा ।
झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ।।१५१।।
यो धर्मशुक्लध्यानयोः परिणतः सोप्यन्तरंगात्मा ।
ध्यानविहीनः श्रमणो बहिरात्मेति विजानीहि ।।१५१।।
अत्र स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानद्वितयमेवोपादेयमित्युक्त म् ।
વળી (આ ૧૫૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભવભયના કરનારા, બાહ્ય તેમ જ અભ્યંતર જલ્પને છોડીને,
સમરસમય (સમતારસમય) એક ચૈતન્યચમત્કારને સદા સ્મરીને, જ્ઞાનજ્યોતિ વડે જેણે નિજ
અભ્યંતર અંગ પ્રગટ કર્યું છે એવો અંતરાત્મા, મોહ ક્ષીણ થતાં, કોઈ (અદ્ભુત) પરમ તત્ત્વને
અંદરમાં દેખે છે. ૨૫૯.
વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે;
ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧.
અન્વયાર્થઃ — [यः] જે [धर्मशुक्लध्यानयोः] ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં [परिणतः]
પરિણત છે [सः अपि] તે પણ [अन्तरंगात्मा] અંતરાત્મા છે; [ध्यानविहीनः] ધ્યાનવિહીન
[श्रमणः] શ્રમણ [बहिरात्मा] બહિરાત્મા છે [इति विजानीहि] એમ જાણ.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુક્લધ્યાન
એ બે ધ્યાનો જ ઉપાદેય છે એમ કહ્યું છે.