इह हि साक्षादन्तरात्मा भगवान् क्षीणकषायः । तस्य खलु भगवतः क्षीणकषायस्य षोडशकषायाणामभावात् दर्शनचारित्रमोहनीयकर्मराजन्ये विलयं गते अत एव सहजचिद्विलासलक्षणमत्यपूर्वमात्मानं शुद्धनिश्चयधर्मशुक्लध्यानद्वयेन नित्यं ध्यायति । आभ्यां ध्यानाभ्यां विहीनो द्रव्यलिंगधारी द्रव्यश्रमणो बहिरात्मेति हे शिष्य त्वं जानीहि ।
ध्यानामृते समरसे खलु वर्ततेऽसौ ।
पूर्वोक्त योगिनमहं शरणं प्रपद्ये ।।२६०।।
किं च केवलं शुद्धनिश्चयनयस्वरूपमुच्यते —
અહીં (આ લોકમાં) ખરેખર સાક્ષાત્ અંતરાત્મા ભગવાન ક્ષીણકષાય છે. ખરેખર તે ભગવાન ક્ષીણકષાયને સોળ કષાયોનો અભાવ હોવાને લીધે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી યોદ્ધાઓનાં દળ નાશ પામ્યાં છે તેથી તે (ભગવાન ક્ષીણકષાય) શુક્લધ્યાન એ બે ધ્યાનો વડે નિત્ય ધ્યાવે છે. આ બે ધ્યાનો વિનાનો દ્રવ્યલિંગધારી દ્રવ્યશ્રમણ બહિરાત્મા છે એમ હે શિષ્ય! તું જાણ.
[હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] કોઈ મુનિ સતત-નિર્મળ ધર્મશુક્લ-ધ્યાનામૃતરૂપી સમરસમાં ખરેખર વર્તે છે; (તે અંતરાત્મા છે;) એ બે ધ્યાનો વિનાનો તુચ્છ મુનિ તે બહિરાત્મા છે. હું પૂર્વોક્ત (સમરસી) યોગીનું શરણ ગ્રહું છું. ૨૬૦.
વળી (આ ૧૫૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ વડે શ્લોક દ્વારા) કેવળ શુદ્ધનિશ્ચયનયનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ —
[શ્લોકાર્થઃ — ] (શુદ્ધ આત્મતત્ત્વને વિષે) બહિરાત્મા અને અંતરાત્મા એવો આ
*સહજચિદ્દવિલાસલક્ષણ અતિ-અપૂર્વ આત્માને શુદ્ધનિશ્ચય-ધર્મધ્યાન અને શુદ્ધનિશ્ચય-
* સહજચિદ્દવિલાસલક્ષણ = જેનું લક્ષણ ( – ચિહ્ન અથવા સ્વરૂપ) સહજ ચૈતન્યનો વિલાસ છે એવા