હવે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે
છેઃ
(હરિગીત)
નમીને અનંતોત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને
કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળીપરિકથિતને. ૧.
અન્વયાર્થઃ — [अनन्तवरज्ञानदर्शनस्वभावं] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો
સ્વભાવ છે એવા ( – કેવળજ્ઞાની અને કેવળદર્શની) [जिनं वीरं] જિન વીરને [नत्वा] નમીને
[केवलिश्रुतकेवलिभणितम्] કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [नियमसारं] નિયમસાર [वक्ष्यामि]
હું કહીશ.
ટીકાઃ — અહીં ‘जिनं नत्वा’એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે.
‘नत्वा’ ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છેઃ
અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે
છે તે ‘જિન’ છે. ‘વીર’ એટલે વિક્રાંત ( – પરાક્રમી); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ
(પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે ‘વીર’ છે. એવા વીરને — કે જે શ્રી
વર્ધમાન, શ્રી સન્મતિનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે, જે પરમેશ્વર
છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોને
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ सूत्रावतार : —
णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं ।
वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं ।।१।।
नत्वा जिनं वीरं अनन्तवरज्ञानदर्शनस्वभावम् ।
वक्ष्यामि नियमसारं केवलिश्रुतकेवलिभणितम् ।।१।।
अथात्र जिनं नत्वेत्यनेन शास्त्रस्यादावसाधारणं मङ्गलमभिहितम् ।
नत्वेत्यादि — अनेकजन्माटवीप्रापणहेतून् समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः ।
वीरो विक्रान्तः; वीरयते शूरयते विक्रामति कर्मारातीन् विजयत इति वीरः —
श्रीवर्धमान-सन्मतिनाथ-महतिमहावीराभिधानैः सनाथः परमेश्वरो महादेवाधिदेवः