अलमलमतिविस्तरेण । स्वस्ति साक्षादस्मै विवरणाय ।
[શ્લોકાર્થઃ — ] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા હું કહીશ. ૪.
વળી —
[શ્લોકાર્થઃ — ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ૫.
તથાપિ —
[શ્લોકાર્થઃ — ] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃત્તિ’ નામની આ ટીકા રચાય છે.] ૬.
[શ્લોકાર્થઃ — ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે). ૭.
અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.