Niyamsar (Gujarati). Shlok: 2-3.

< Previous Page   Next Page >


Page 2 of 380
PDF/HTML Page 31 of 409

 

background image
(अनुष्टुभ्)
वाचं वाचंयमीन्द्राणां वक्त्रवारिजवाहनाम्
वन्दे नयद्वयायत्तवाच्यसर्वस्वपद्धतिम् ।।।।
(शालिनी)
सिद्धान्तोद्घश्रीधवं सिद्धसेनं
तर्काब्जार्कं भट्टपूर्वाकलंकम्
शब्दाब्धीन्दुं पूज्यपादं च वन्दे
तद्विद्याढयं वीरनन्दिं व्रतीन्द्रम्
।।।।
અને કામવશ બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? (ન જ પૂજું.) જેણે ભવોને જીત્યા
છે તેને હું વંદું છું
તેને પ્રકાશમાન એવા શ્રી જિન કહો, સુગત કહો, ગિરિધર કહો,
વાગીશ્વર કહો કે શિવ કહો. ૧.
[શ્લોકાર્થઃ] વાચંયમીંદ્રોનું (જિનદેવોનું) મુખકમળ જેનું વાહન છે અને બે
નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને (જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત
વાણીને) હું વંદું છું. ૨.
[શ્લોકાર્થઃ] ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનીન્દ્રને, તર્કકમળના સૂર્ય
ભટ્ટ અકલંક મુનીન્દ્રને, શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનીન્દ્રને અને તદ્દવિદ્યાથી (સિદ્ધાન્તાદિ
ત્રણેના જ્ઞાનથી) સમૃદ્ધ વીરનંદિ મુનીંદ્રને હું વંદું છું. ૩.
૧.બુદ્ધને સુગત કહેવામાં આવે છે. સુગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત, અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત.
શ્રી જિનભગવાન (૧) મોહરાગદ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે, અને (૨) કેવળજ્ઞાનાદિકને
પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે; તેથી તેમને અહીં સુગત કહ્યા છે.
૨.કૃષ્ણને ગિરિધર (અર્થાત્ પર્વતને ધરી રાખનાર) કહેવામાં આવ્યા છે. શ્રી જિનભગવાન અનંતવીર્યવાન
હોવાથી તેમને અહીં ગિરિધર કહ્યા છે.
૩.બ્રહ્માને અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન
દિવ્ય વાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.
૪.મહેશને (શંકરને) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણસ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ
કહેવામાં આવ્યા છે.
૫.વાચંયમીંદ્રો=મુનિઓમાં પ્રધાન અર્થાત્ જિનદેવો; મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ અર્થાત્ જિનદેવો; વાક્-
સંયમીઓમાં ઇન્દ્ર સમાન અર્થાત્ જિનદેવો. [વાચંયમી=મુનિ; મૌન સેવનાર; વાણીના સંયમી.]
૬.તર્કકમળના સૂર્ય=તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન
૭.શબ્દસિંધુના ચંદ્ર=શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન
૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-