૩૧
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
‘‘यथावद्वस्तुनिर्णीतिः सम्यग्ज्ञानं प्रदीपवत् ।
तत्स्वार्थव्यवसायात्म कथंचित् प्रमितेः पृथक् ।।’’
अथ निश्चयपक्षेऽपि स्वपरप्रकाशकत्वमस्त्येवेति सततनिरुपरागनिरंजनस्वभाव-
निरतत्वात्, स्वाश्रितो निश्चयः इति वचनात् । सहजज्ञानं तावत् आत्मनः सकाशात्
संज्ञालक्षणप्रयोजनेन भिन्नाभिधानलक्षणलक्षितमपि भिन्नं भवति न वस्तुवृत्त्या चेति,
अतःकारणात् एतदात्मगतदर्शनसुखचारित्रादिकं जानाति स्वात्मानं कारणपरमात्मस्वरूपमपि
जानातीति ।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः —
‘‘[શ્લોકાર્થઃ — ] વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યગ્જ્ઞાન છે. તે સમ્યગ્જ્ઞાન, દીવાની
માફક, સ્વના અને (પર) પદાર્થોના નિર્ણયાત્મક છે તથા પ્રમિતિથી (જ્ઞપ્તિથી) કથંચિત્
ભિન્ન છે.’’
હવે ‘स्वाश्रितो निश्चयः (નિશ્ચય સ્વાશ્રિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી,
(જ્ઞાનને) સતત *નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ
સ્વપરપ્રકાશકપણું છે જ. (તે આ પ્રમાણેઃ) સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને
પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમ જ ભિન્ન પ્રયોજનથી)
ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ) ભિન્ન નથી; આ કારણને
લીધે આ (સહજજ્ઞાન) આત્મગત (આત્મામાં રહેલાં) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે
અને સ્વાત્માને — કારણપરમાત્માના સ્વરૂપને — પણ જાણે છે.
(સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને
જાણતાં તેના બધા ગુણો પણ જણાઈ જ જાય છે. હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદ-
અપેક્ષાએ જોઈએ તો સહજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું —
દર્શન, સુખ વગેરે — પર છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન
સ્વને તેમ જ પરને જાણે છે.)
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૯૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
*નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર.