Niyamsar (Gujarati). Shlok: 272 Gatha: 160.

< Previous Page   Next Page >


Page 315 of 380
PDF/HTML Page 344 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૧૫
(मंदाक्रांता)
‘‘बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत-
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम्
एकाकारस्वरसभरतोत्यन्तगंभीरधीरं
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि
।।’’
तथा हि
(स्रग्धरा)
आत्मा जानाति विश्वं ह्यनवरतमयं केवलज्ञानमूर्तिः
मुक्ति श्रीकामिनीकोमलमुखकमले कामपीडां तनोति
शोभां सौभाग्यचिह्नां व्यवहरणनयाद्देवदेवो जिनेशः
तेनोच्चैर्निश्चयेन प्रहतमलकलिः स्वस्वरूपं स वेत्ति
।।२७२।।
जुगवं वट्टइ णाणं केवलणाणिस्स दंसणं च तहा
दिणयरपयासतावं जह वट्टइ तह मुणेयव्वं ।।१६०।।

‘‘[શ્લોકાર્થ] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, એકાંતશુદ્ધ (કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું), અને એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઊઠ્યું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું), પોતાના અચળ મહિમામાં લીન થયું.’’

વળી (આ ૧૫૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ

[શ્લોકાર્થ] વ્યવહારનયથી આ કેવળજ્ઞાનમૂર્તિ આત્મા નિરંતર વિશ્વને ખરેખર જાણે છે અને મુક્તિલક્ષ્મીરૂપી કામિનીના કોમળ મુખકમળ પર કામપીડાને અને સૌભાગ્યચિહ્નવાળી શોભાને ફેલાવે છે. નિશ્ચયથી તો, જેમણે મળ અને ક્લેશને નષ્ટ કરેલ છે એવા તે દેવાધિદેવ જિનેશ નિજ સ્વરૂપને અત્યંત જાણે છે. ૨૭૨.

જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને,
તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦.