मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं ।
मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ।।२।।
मार्गो मार्गफलमिति च द्विविधं जिनशासने समाख्यातम् ।
मार्गो मोक्षोपायः तस्य फलं भवति निर्वाणम् ।।२।।
मोक्षमार्गतत्फलस्वरूपनिरूपणोपन्यासोऽयम् ।
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ इति वचनात् मार्गस्तावच्छुद्धरत्नत्रयं,
मार्गफलमपुनर्भवपुरन्ध्रिकास्थूलभालस्थललीलालंकारतिलकता । द्विविधं किलैवं परम-
वीतरागसर्वज्ञशासने चतुर्थज्ञानधारिभिः पूर्वसूरिभिः समाख्यातम् । परमनिरपेक्षतया
निजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धरत्नत्रयात्मकमार्गो मोक्षोपायः, तस्य शुद्ध-
ભુવનના જનોને જે પૂજ્ય છે, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે, દેવોનો સમાજ જેને નમે
છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી
( – કેવળજ્ઞાનદર્શનરૂપી લક્ષ્મી) જેનામાં વસે છે, તે વીર જગતમાં જયવંત વર્તે છે. ૮.
છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨.
અન્વયાર્થઃ — [मार्गः मार्गफलम्] માર્ગ અને માર્ગફળ [इति च द्विविधं] એમ
બે પ્રકારનું [जिनशासने] જિનશાસનમાં [समाख्यातम्] કથન કરવામાં આવ્યું છે;
[मार्गः मोक्षोपायः] માર્ગ મોક્ષોપાય છે અને [तस्य फलं] તેનું ફળ [निर्वाणं भवति]
નિર્વાણ છે.
ટીકાઃ — આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના ( – તે બંનેના
સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના) છે.
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः (સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર
મોક્ષમાર્ગ છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગફળ
મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત્ માર્ગફળ
મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે). આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું,
ચતુર્થજ્ઞાનધારી ( – મનઃપર્યયજ્ઞાનના ધરનારા) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-