Niyamsar (Gujarati). Shlok: 9 Gatha: 3.

< Previous Page   Next Page >


Page 7 of 380
PDF/HTML Page 36 of 409

 

background image
કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ
પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાત્મોપલબ્ધિ (નિજ
શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.
[હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ
કરે છે અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને
નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.
જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે. ૩.
અન્વયાર્થઃ[सः नियमः] નિયમ એટલે [नियमेन च] નિયમથી (નક્કી) [यत् कार्यं]
જે કરવાયોગ્ય હોય તે અર્થાત[ज्ञानदर्शनचारित्रम्] જ્ઞાનદર્શનચારિત્ર. [विपरीतपरिहारार्थं]
વિપરીતના પરિહાર અર્થે (જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) [खलु] ખરેખર
रत्नत्रयस्य फलं स्वात्मोपलब्धिरिति
(पृथ्वी)
क्वचिद् व्रजति कामिनीरतिसमुत्थसौख्यं जनः
क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः
क्वचिज्जिनवरस्य मार्गमुपलभ्य यः पंडितो
निजात्मनि रतो भवेद् व्रजति मुक्ति मेतां हि सः
।।9।।
णियमेण य जं कज्जं तं णियमं णाणदंसणचरित्तं
विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।।।।
नियमेन च यत्कार्यं स नियमो ज्ञानदर्शनचारित्रम्
विपरीतपरिहारार्थं भणितं खलु सारमिति वचनम् ।।।।
શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, તેનું સમ્યક્ જ્ઞાન અને તેનું સમ્યક્ આચરણ
પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે
શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત
્ મોક્ષ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૭