[सारम् इति वचनं] ‘સાર’ એવું વચન [भणितम्] કહ્યું છે.
ટીકાઃ — અહીં આ (ગાથામાં), ‘નિયમ’ શબ્દને ‘સાર’ શબ્દ કેમ લગાડ્યો છે તેના
પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ ૧પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંતચતુષ્ટયાત્મક ૨શુદ્ધજ્ઞાન-
ચેતનાપરિણામ તે ૩નિયમ ( – કારણનિયમ) છે. નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી
(નક્કી) જે કરવાયોગ્ય — પ્રયોજનસ્વરૂપ — હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના
દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ(૧) પરદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ
યોગશક્તિમાંથી ઉપાદેય ( – ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે
નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન ( – જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના
અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના ૪વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય
તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણ-
अत्र नियमशब्दस्य सारत्वप्रतिपादनद्वारेण स्वभावरत्नत्रयस्वरूपमुक्त म् ।
यः सहजपरमपारिणामिकभावस्थितः स्वभावानन्तचतुष्टयात्मकः शुद्धज्ञानचेतना-
परिणामः स नियमः । नियमेन च निश्चयेन यत्कार्यं प्रयोजनस्वरूपं ज्ञानदर्शनचारित्रम् ।
ज्ञानं तावत् तेषु त्रिषु परद्रव्यनिरवलंबत्वेन निःशेषतोन्तर्मुखयोगशक्ते : सकाशात्
निजपरमतत्त्वपरिज्ञानम् उपादेयं भवति । दर्शनमपि भगवत्परमात्मसुखाभिलाषिणो जीवस्य
शुद्धान्तस्तत्त्वविलासजन्मभूमिस्थाननिजशुद्धजीवास्तिकायसमुपजनितपरमश्रद्धानमेव भवति ।
૧. આ પરમ પારિણામિક ભાવમાં ‘પારિણામિક’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને
સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પારિણામિક ભાવ તો
ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [વિશેષ માટે સમયસારની ૩૨૦મી
ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જુઓ અને બૃહદ્દ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની
ટીકા જુઓ.]
૨. આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામમાં ‘પરિણામ’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા
માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ
એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.
૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમકે તે સમ્યગ્જ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે.
[કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.]
૪. વિલાસ=ક્રીડા; મોજ; આનંદ.
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-