પરમાત્મામાં અવિચળ સ્થિતિ ( – નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાન-
દર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું ૧કારણ છે. તે ‘નિયમ’ શબ્દને ૨વિપરીતના પરિહાર
અર્થે ‘સાર’ શબ્દ જોડવામાં આવ્યો છે.
[હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ]
[શ્લોકાર્થઃ — ] એ રીતે હું વિપરીત વિનાના ( – વિકલ્પરહિત) ૩અનુત્તમ રત્નત્રયનો
આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંગ ( – અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને
પ્રાપ્ત કરું છું. ૧૦.
છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે;
વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.
અન્વયાર્થઃ — [नियमः] (રત્નત્રયરૂપ) નિયમ [मोक्षोपायः] મોક્ષનો ઉપાય છે; [तस्य
चारित्रमपि निश्चयज्ञानदर्शनात्मककारणपरमात्मनि अविचलस्थितिरेव । अस्य तु नियम-
शब्दस्य निर्वाणकारणस्य विपरीतपरिहारार्थत्वेन सारमिति भणितं भवति ।
(आर्या)
इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम् ।
अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि ।।१०।।
णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं ।
एदेसिं तिण्हं पि य पत्तेयपरूवणा होइ ।।४।।
नियमो मोक्षोपायस्तस्य फलं भवति परमनिर्वाणम् ।
एतेषां त्रयाणामपि च प्रत्येकप्ररूपणा भवति ।।४।।
૧. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ
સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.
૨. વિપરીત=વિરુદ્ધ. [વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને — પરાશ્રિત ભાવોને — બાતલ કરીને માત્ર
નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ — શુદ્ધરત્નત્રયનો જ — સ્વીકાર કરવા અર્થે ‘નિયમ’ સાથે ‘સાર’
શબ્દ જોડ્યો છે.]
૩. અનુત્તમ=જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૯
૨