Niyamsar (Gujarati). Shlok: 11.

< Previous Page   Next Page >


Page 10 of 380
PDF/HTML Page 39 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

रत्नत्रयस्य भेदकरणलक्षणकथनमिदम्

मोक्षः साक्षादखिलकर्मप्रध्वंसनेनासादितमहानन्दलाभः पूर्वोक्त निरुपचाररत्नत्रय- परिणतिस्तस्य महानन्दस्योपायः अपि चैषां ज्ञानदर्शनचारित्राणां त्रयाणां प्रत्येकप्ररूपणा भवति कथम्, इदं ज्ञानमिदं दर्शनमिदं चारित्रमित्यनेन विकल्पेन दर्शनज्ञानचारित्राणां लक्षणं वक्ष्यमाणसूत्रेषु ज्ञातव्यं भवति

(मंदाक्रान्ता)
मोक्षोपायो भवति यमिनां शुद्धरत्नत्रयात्मा
ह्यात्मा ज्ञानं न पुनरपरं
द्रष्टिरन्याऽपि नैव
शीलं तावन्न भवति परं मोक्षुभिः प्रोक्त मेतद्
बुद्ध्वा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः
।।११।।

फलं] તેનું ફળ [परमनिर्वाणं भवति] પરમ નિર્વાણ છે. [अपि च] વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) [एतेषां त्रयाणां] આ ત્રણનું [प्रत्येकप्ररूपणा] ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ [भवति] હોય છે.

ટીકાઃરત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે.

સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે. વળી (નિરુપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભૂત રહેલાં) આ ત્રણનુંજ્ઞાન, દર્શન અને ચારિત્રનુંજુદું જુદું નિરૂપણ હોય છે. કઈ રીતે? આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છેએમ ભેદ પાડીને. (આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે.

[હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ] મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયાત્મક (શુદ્ધરત્નત્રય- પરિણતિએ પરિણમેલો) આત્મા છે. જ્ઞાન આનાથી કોઈ બીજું નથી, દર્શન પણ આનાથી બીજું નથી જ અને શીલ (ચારિત્ર) પણ બીજું નથી.આ, મોક્ષને પામનારાઓએ (અર્હંતભગવંતોએ) કહ્યું છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે. ૧૧.

૧૦ ]