Niyamsar (Gujarati). Shlok: 5,12.

< Previous Page   Next Page >


Page 11 of 380
PDF/HTML Page 40 of 409

 

background image
રે! આપ્ત-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે;
નિઃશેષદોષવિહીન જે ગુણસકળમય તે આપ્ત છે. ૫.
અન્વયાર્થઃ[आप्तागमतत्त्वानां] આપ્ત, આગમ અને તત્ત્વોની [श्रद्धानात्] શ્રદ્ધાથી
[सम्यक्त्वम्] સમ્યક્ત્વ [भवति] હોય છે; [व्यपगताशेषदोषः] જેના અશેષ (સમસ્ત) દોષો દૂર
થયા છે એવો જે [सकलगुणात्मा] સકળગુણમય પુરુષ [आप्तः भवेत्] તે આપ્ત છે.
ટીકાઃઆ, વ્યવહારસમ્યક્ત્વના સ્વરૂપનું કથન છે.
આપ્ત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો). આગમ એટલે
આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર
વચનરચના. તત્ત્વો બહિઃતત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા (બે) ભેદોવાળાં છે
અથવા જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં
છે. તેમનું (
આપ્તનું, આગમનું અને તત્ત્વનું) સમ્યક્ શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.
[હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ]
[શ્લોકાર્થઃ
] ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?
अत्तागमतच्चाणं सद्दहणादो हवेइ सम्मत्तं
ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो ।।।।
आप्तागमतत्त्वानां श्रद्धानाद्भवति सम्यक्त्वम्
व्यपगताशेषदोषः सकलगुणात्मा भवेदाप्तः ।।।।
व्यवहारसम्यक्त्वस्वरूपाख्यानमेतत
आप्तः शंकारहितः शंका हि सकलमोहरागद्वेषादयः आगमः तन्मुखारविन्द-
विनिर्गतसमस्तवस्तुविस्तारसमर्थनदक्षः चतुरवचनसंदर्भः तत्त्वानि च बहिस्तत्त्वान्तस्तत्त्व-
परमात्मतत्त्वभेदभिन्नानि अथवा जीवाजीवास्रवसंवरनिर्जराबन्धमोक्षाणां भेदात्सप्तधा भवन्ति
तेषां सम्यक्श्रद्धानं व्यवहारसम्यक्त्वमिति
(आर्या)
भवभयभेदिनि भगवति भवतः किं भक्ति रत्र न समस्ति
तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि ।।१२।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૧૧