छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू ।
सेदं खेद मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो ।।६।।
क्षुधा तृष्णा भयं रोषो रागो मोहश्चिन्ता जरा रुजा मृत्युः ।
स्वेदः खेदो मदो रतिः विस्मयनिद्रे जन्मोद्वेगौ ।।६।।
अष्टादशदोषस्वरूपाख्यानमेतत् ।
असातावेदनीयतीव्रमंदक्लेशकरी क्षुधा । असातावेदनीयतीव्रतीव्रतरमंदमंदतरपीडया
समुपजाता तृषा । इहलोकपरलोकात्राणागुप्तिमरणवेदनाकस्मिकभेदात् सप्तधा भवति
भयम् । क्रोधनस्य पुंसस्तीव्रपरिणामो रोषः । रागः प्रशस्तोऽप्रशस्तश्च; दान-
૧૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૧૨.
ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬.
અન્વયાર્થઃ — [क्षुधा] ક્ષુધા, [तृष्णा] તૃષા, [भयं] ભય, [रोषः] રોષ (ક્રોધ), [रागः]
રાગ, [मोहः] મોહ, [चिन्ता] ચિંતા, [जरा] જરા, [रुजा] રોગ, [मृत्युः] મૃત્યુ, [स्वेदः] સ્વેદ
(પરસેવો), [खेदः] ખેદ, [मदः] મદ, [रतिः] રતિ, [विस्मयनिद्रे] વિસ્મય, નિદ્રા, [जन्मोद्वेगौ]
જન્મ અને ઉદ્વેગ ( — આ અઢાર દોષ છે).
ટીકાઃ — આ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.
(૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે
(અર્થાત્ વિશિષ્ટ — ખાસ પ્રકારના — અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-
અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ
દુઃખ તે ક્ષુધા છે). (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર ( – વધારે તીવ્ર), મંદ
અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના
નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે
થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે). (૩) આ લોકનો ભય, પરલોકનો ભય,
અરક્ષાભય, અગુપ્તિભય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે
છે. (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. (૫) રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત