Niyamsar (Gujarati). Gatha: 170.

< Previous Page   Next Page >


Page 336 of 380
PDF/HTML Page 365 of 409

 

background image
૩૩
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा
अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरित्तं ।।१७०।।
ज्ञानं जीवस्वरूपं तस्माज्जानात्यात्मकं आत्मा
आत्मानं नापि जानात्यात्मनो भवति व्यतिरिक्त म् ।।१७०।।
अत्र ज्ञानस्वरूपो जीव इति वितर्केणोक्त :
इह हि ज्ञानं तावज्जीवस्वरूपं भवति, ततो हेतोरखंडाद्वैतस्वभावनिरतं
निरतिशयपरमभावनासनाथं मुक्ति सुंदरीनाथं बहिर्व्यावृत्तकौतूहलं निजपरमात्मानं जानाति
कश्चिदात्मा भव्यजीव इति अयं खलु स्वभाववादः
अस्य विपरीतो वितर्कः स खलु
विभाववादः प्राथमिकशिष्याभिप्रायः कथमिति चेत्, पूर्वोक्त स्वरूपमात्मानं खलु न
जानात्यात्मा, स्वरूपावस्थितः संतिष्ठति यथोष्णस्वरूपस्याग्नेः स्वरूपमग्निः किं जानाति,
છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને;
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે! ૧૭૦.
અન્વયાર્થ[ज्ञानं] જ્ઞાન [जीवस्वरूपं] જીવનું સ્વરૂપ છે, [तस्मात्] તેથી [आत्मा]
આત્મા [आत्मकं] આત્માને [जानाति] જાણે છે; [आत्मानं न अपि जानाति] જો જ્ઞાન આત્માને
ન જાણે તો [आत्मनः] આત્માથી [व्यतिरिक्त म्] વ્યતિરિક્ત (જુદું) [भवति] ઠરે!
ટીકાઅહીં (આ ગાથામાં) ‘જીવ જ્ઞાનસ્વરૂપ છે’ એમ વિતર્કથી (દલીલથી) કહ્યું
છે.
પ્રથમ તો, જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે; તે હેતુથી, જે અખંડ અદ્વૈત સ્વભાવમાં
લીન છે, જે નિરતિશય પરમ ભાવના સહિત છે, જે મુક્તિસુંદરીનો નાથ છે અને બહારમાં
જેણે કૌતૂહલ વ્યાવૃત્ત કર્યું છે (અર્થાત્ બાહ્ય પદાર્થો સંબંધી કુતૂહલનો જેણે અભાવ કર્યો
છે) એવા નિજ પરમાત્માને કોઈ આત્માભવ્ય જીવજાણે છે.આમ આ ખરેખર
સ્વભાવવાદ છે. આનાથી વિપરીત વિતર્ક (વિચાર) તે ખરેખર વિભાવવાદ છે, પ્રાથમિક
શિષ્યનો અભિપ્રાય છે.
૧. નિરતિશય = જેનાથી બીજું કોઈ ચડિયાતું નથી એવી; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ.
૨. કૌતૂહલ = ઇન્તેજારી; ઉત્સુકતા; આશ્ચર્ય; કૌતુક.