चरमचरं च जगत्प्रतिक्षणम् ।
वचनमिदं वदतांवरस्य ते ।।’’
स्वात्मानमेकमनघं निजसौख्यनिष्ठम् ।
वक्तीति कोऽपि मुनिपो न च तस्य दोषः ।।२८५।।
કોઈ જિનનાથના તત્ત્વવિચારમાં નિપુણ જીવ ( – જિનદેવે કહેલા તત્ત્વના વિચારમાં પ્રવીણ જીવ) કદાચિત્ કહે, તો તેને ખરેખર દૂષણ નથી.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહત્સ્વયંભૂસ્તોત્રમાં શ્રી મુનિસુવ્રત ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૪ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] હે જિનેંદ્ર! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; ‘ચરાચર (જંગમ તથા સ્થાવર) જગત પ્રતિક્ષણ (પ્રત્યેક સમયે) ઉત્પાદવ્યયધ્રૌવ્યલક્ષણવાળું છે’ એવું આ તારું વચન (તારી) સર્વજ્ઞતાનું ચિહ્ન છે.’’
વળી (આ ૧૬૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક, અનઘ (નિર્દોષ), નિજસૌખ્યનિષ્ઠ (નિજ સુખમાં લીન) સ્વાત્માને જાણતા નથી — એમ કોઈ મુનિવર વ્યવહારમાર્ગથી કહે તો તેને દોષ નથી. ૨૮૫.