व्यवहारनयप्रादुर्भावकथनमिदम् ।
सकलविमलकेवलज्ञानत्रितयलोचनो भगवान् अपुनर्भवकमनीयकामिनीजीवितेशः षड्द्रव्यसंकीर्णलोकत्रयं शुद्धाकाशमात्रालोकं च जानाति, पराश्रितो व्यवहार इति मानात् व्यवहारेण व्यवहारप्रधानत्वात्, निरुपरागशुद्धात्मस्वरूपं नैव जानाति, यदि व्यवहारनयविवक्षया कोपि जिननाथतत्त्वविचारलब्धः (दक्षः) कदाचिदेवं वक्ति चेत्, तस्य
[શ્લોકાર્થઃ — ] સર્વજ્ઞતાના અભિમાનવાળો જે જીવ શીઘ્ર એક જ કાળે ત્રણ જગતને અને ત્રણ કાળને દેખતો નથી, તેને સદા (અર્થાત્ કદાપિ) અતુલ પ્રત્યક્ષ દર્શન નથી; તે જડ આત્માને સર્વજ્ઞતા કઈ રીતે હોય? ૨૮૪.
અન્વયાર્થઃ — [केवली भगवान्] (વ્યવહારથી) કેવળી ભગવાન [लोकालोकौ] લોકાલોકને [जानाति] જાણે છે, [न एव आत्मानम्] આત્માને નહિ — [एवं] એમ [यदि] જો [कः अपि भणति] કોઈ કહે તો [तस्य च किं दूषणं भवति] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
ટીકાઃ — આ, વ્યવહારનયની પ્રગટતાથી કથન છે.
‘पराश्रितो व्यवहारः (વ્યવહારનય પરાશ્રિત છે)’ એવા (શાસ્ત્રના) અભિપ્રાયને લીધે, વ્યવહારે વ્યવહારનયની પ્રધાનતા દ્વારા (અર્થાત્ વ્યવહારે વ્યવહારનયને પ્રધાન કરીને), ‘સકળ-વિમળ કેવળજ્ઞાન જેમનું ત્રીજું લોચન છે અને અપુનર્ભવરૂપી સુંદર કામિનીના જેઓ જીવિતેશ છે ( – મુક્તિસુંદરીના જેઓ પ્રાણનાથ છે) એવા ભગવાન છ દ્રવ્યોથી વ્યાપ્ત ત્રણ લોકને અને શુદ્ધ-આકાશમાત્ર અલોકને જાણે છે, નિરુપરાગ (નિર્વિકાર) શુદ્ધ આત્મસ્વરૂપને નથી જ જાણતા’ — એમ જો વ્યવહારનયની વિવક્ષાથી
૩૩