Niyamsar (Gujarati). Shlok: 284.

< Previous Page   Next Page >


Page 333 of 380
PDF/HTML Page 362 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૩
अत्र केवलद्रष्टेरभावात् सकलज्ञत्वं न समस्तीत्युक्त म्
पूर्वसूत्रोपात्तमूर्तादिद्रव्यं समस्तगुणपर्यायात्मकं, मूर्तस्य मूर्तगुणाः, अचेतनस्या-
चेतनगुणाः, अमूर्तस्यामूर्तगुणाः, चेतनस्य चेतनगुणाः, षड्ढानिवृद्धिरूपाः सूक्ष्माः परमागम-
प्रामाण्यादभ्युपगम्याः अर्थपर्यायाः षण्णां द्रव्याणां साधारणाः, नरनारकादिव्यंजनपर्याया
जीवानां पंचसंसारप्रपंचानां, पुद्गलानां स्थूलस्थूलादिस्कन्धपर्यायाः, चतुर्णां धर्मादीनां
शुद्धपर्यायाश्चेति, एभिः संयुक्तं तद्द्रव्यजालं यः खलु न पश्यति, तस्य संसारिणामिव
परोक्ष
द्रष्टिरिति
(वसंततिलका)
यो नैव पश्यति जगत्त्रयमेकदैव
कालत्रयं च तरसा सकलज्ञमानी
प्रत्यक्षद्रष्टिरतुला न हि तस्य नित्यं
सर्वज्ञता कथमिहास्य जडात्मनः स्यात।।२८४।।
ટીકાઅહીં, કેવળદર્શનના અભાવે (અર્થાત્ પ્રત્યક્ષ દર્શનના અભાવમાં) સર્વજ્ઞપણું
હોતું નથી એમ કહ્યું છે.
સમસ્ત ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વસૂત્રોક્ત (૧૬૭ મી ગાથામાં કહેલાં) મૂર્તાદિ
દ્રવ્યોને જે દેખતો નથી;અર્થાત્ મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો હોય છે, અચેતનના અચેતન ગુણો
હોય છે, અમૂર્તના અમૂર્ત ગુણો હોય છે, ચેતનના ચેતન ગુણો હોય છે; ષટ્ (છ પ્રકારની)
હાનિવૃદ્ધિરૂપ, સૂક્ષ્મ, પરમાગમના પ્રમાણથી સ્વીકારવાયોગ્ય અર્થપર્યાયો છ દ્રવ્યોને સાધારણ
છે, નરનારકાદિ વ્યંજનપર્યાયો પાંચ પ્રકારના
*સંસારપ્રપંચવાળા જીવોને હોય છે, પુદ્ગલોને
સ્થૂલ-સ્થૂલ વગેરે સ્કંધપર્યાયો હોય છે અને ધર્માદિ ચાર દ્રવ્યોને શુદ્ધ પર્યાયો હોય છે; આ
ગુણપર્યાયોથી સંયુક્ત એવા તે દ્રવ્યસમૂહને જે ખરેખર દેખતો નથી;
તેને (ભલે તે
સર્વજ્ઞપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ) સંસારીઓની માફક પરોક્ષ દ્રષ્ટિ છે.
[હવે આ ૧૬૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
*સંસારપ્રપંચ = સંસારવિસ્તાર. (સંસારવિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવએવા પાંચ
પરાવર્તનરૂપ છે.)