लोकालोकौ स्वपरमखिलं चेतनाचेतनं च ।
तेनैवायं विदितमहिमा तीर्थनाथो जिनेन्द्रः ।।२८३।।
‘‘[ગાથાર્થઃ — ] દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીંદ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાંયને — સ્વને તેમ જ પરને — દેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.’’
વળી (આ ૧૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] કેવળજ્ઞાન નામનું જે ત્રીજું ઉત્કૃષ્ટ નેત્ર તેનાથી જ જેમનો પ્રસિદ્ધ મહિમા છે, જેઓ ત્રણ લોકના ગુરુ છે અને શાશ્વત અનંત જેમનું *ધામ છે — એવા આ તીર્થનાથ જિનેંદ્ર લોકાલોકને અર્થાત્ સ્વ-પર એવાં સમસ્ત ચેતન-અચેતન પદાર્થોને સમ્યક્ પ્રકારે (બરાબર) જાણે છે. ૨૮૩.
અન્વયાર્થઃ — [नानागुणपर्यायेण संयुक्त म्] વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત [पूर्वोक्त सकलद्रव्यं] પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને [यः] જે [सम्यक्] સમ્યક્ પ્રકારે (બરાબર) [न च पश्यति] દેખતો નથી, [तस्य] તેને [परोक्षद्रष्टिः भवेत्] પરોક્ષ દર્શન છે.
૩૩૨ ]
*ધામ = (૧) ભવ્યતા; (૨) તેજ; (૩) બળ.