स्वात्मात्मानं नियतमधुना तेन जानाति चैकम् ।
દશા) છે; માટે અચ્યુતિને (અવિનાશીપણાને, શાશ્વત અવસ્થાને) ઇચ્છનાર જીવે જ્ઞાનની ભાવના ભાવવી.’’ વળી (આ ૧૭૦ મી ગાથાની ટીકાના કળશરૂપે ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જ્ઞાન તો બરાબર શુદ્ધજીવનું સ્વરૂપ છે; તેથી (અમારો) નિજ આત્મા હમણાં (સાધક દશામાં) એક (પોતાના) આત્માને નિયમથી (નિશ્ચયથી) જાણે છે. અને, જો તે જ્ઞાન પ્રગટ થયેલી સહજ અવસ્થા વડે સીધું (પ્રત્યક્ષપણે) આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચળ આત્મસ્વરૂપથી અવશ્ય ભિન્ન ઠરે! ૨૮૬.
વળી એવી રીતે (અન્યત્ર ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] જ્ઞાન જીવથી અભિન્ન છે તેથી તે આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો તે જીવથી ભિન્ન ઠરે!’’
અન્વયાર્થઃ — [आत्मानं ज्ञानं विद्धि] આત્માને જ્ઞાન જાણ, અને [ज्ञानम् आत्मकः
૩૩