કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૯
गुणगुणिनोः भेदाभावस्वरूपाख्यानमेतत् ।
सकलपरद्रव्यपराङ्मुखमात्मानं स्वस्वरूपपरिच्छित्तिसमर्थसहजज्ञानस्वरूपमिति हे शिष्य
त्वं विद्धि जानीहि तथा विज्ञानमात्मेति जानीहि । तत्त्वं स्वपरप्रकाशं ज्ञानदर्शनद्वितयमित्यत्र
संदेहो नास्ति ।
(अनुष्टुभ्)
आत्मानं ज्ञानद्रग्रूपं विद्धि द्रग्ज्ञानमात्मकं ।
स्वं परं चेति यत्तत्त्वमात्मा द्योतयति स्फु टम् ।।२८७।।
जाणंतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो ।
केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो ।।१७२।।
जानन् पश्यन्नीहापूर्वं न भवति केवलिनः ।
केवलज्ञानी तस्मात् तेन तु सोऽबन्धको भणितः ।।१७२।।
विद्धि] જ્ઞાન આત્મા છે એમ જાણ; — [न संदेहः] આમાં સંદેહ નથી. [तस्मात्] તેથી
[ज्ञानं] જ્ઞાન [तथा] તેમ જ [दर्शनं] દર્શન [स्वपरप्रकाशं] સ્વપરપ્રકાશક [भवति] છે.
ટીકાઃ — આ, ગુણ-ગુણીમાં ભેદનો અભાવ હોવારૂપ સ્વરૂપનું કથન છે.
હે શિષ્ય! સર્વ પરદ્રવ્યથી પરાઙ્મુખ આત્માને તું નિજ સ્વરૂપને જાણવામાં સમર્થ
સહજજ્ઞાનસ્વરૂપ જાણ, તથા જ્ઞાન આત્મા છે એમ જાણ. માટે તત્ત્વ ( – સ્વરૂપ) એમ
છે કે જ્ઞાન તથા દર્શન બન્ને સ્વપરપ્રકાશક છે. આમાં સંદેહ નથી.
[હવે આ ૧૭૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ — ] આત્માને જ્ઞાનદર્શનરૂપ જાણ અને જ્ઞાનદર્શનને આત્મા જાણ; સ્વ
અને પર એવા તત્ત્વને (સમસ્ત પદાર્થોને) આત્મા સ્પષ્ટપણે પ્રકાશે છે. ૨૮૭.
જાણે અને દેખે છતાં ઇચ્છા ન કેવળીજિનને;
ને તેથી ‘કેવળજ્ઞાની’ તેમ ‘અબંધ’ ભાખ્યા તેમને. ૧૭૨.
અન્વયાર્થઃ — [जानन् पश्यन्] જાણતા અને દેખતા હોવા છતાં, [केवलिनः]