૩૪
૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सर्वज्ञवीतरागस्य वांछाभावत्वमत्रोक्त म् ।
भगवानर्हत्परमेष्ठी साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादि-
शुद्धगुणानामाधारभूतत्वात् विश्वमश्रान्तं जानन्नपि पश्यन्नपि वा मनःप्रवृत्तेरभावादीहापूर्वकं
वर्तनं न भवति तस्य केवलिनः परमभट्टारकस्य, तस्मात् स भगवान् केवलज्ञानीति प्रसिद्धः,
पुनस्तेन कारणेन स भगवान् अबन्धक इति ।
तथा चोक्तं श्रीप्रवचनसारे —
‘‘ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अट्ठेसु ।
जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो ।।’’
तथा हि —
કેવળીને [ईहापूर्वं] ઇચ્છાપૂર્વક (વર્તન) [न भवति] હોતું નથી; [तस्मात्] તેથી તેમને
[केवलज्ञानी] ‘કેવળજ્ઞાની’ કહ્યા છે; [तेन तु] વળી તેથી [सः अबन्धकः भणितः] અબંધક
કહ્યા છે.
ટીકાઃ — અહીં, સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અર્હંત પરમેષ્ઠી સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત-
વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા
હોવા છતાં અને દેખતા હોવા છતાં, તે પરમ ભટ્ટારક કેવળીને મનપ્રવૃત્તિનો (મનની
પ્રવૃત્તિનો, ભાવમનપરિણતિનો) અભાવ હોવાથી ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી; તેથી તે
ભગવાન ‘કેવળજ્ઞાની’ તરીકે પ્રસિદ્ધ છે; વળી તે કારણથી તે ભગવાન અબંધક છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૫૨મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે
પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને
અબંધક કહ્યો છે.’’
વળી (આ ૧૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ —