Niyamsar (Gujarati). Shlok: 288 Gatha: 173-174.

< Previous Page   Next Page >


Page 341 of 380
PDF/HTML Page 370 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૧
(मंदाक्रांता)
जानन् सर्वं भुवनभवनाभ्यन्तरस्थं पदार्थं
पश्यन् तद्वत
् सहजमहिमा देवदेवो जिनेशः
मोहाभावादपरमखिलं नैव गृह्णाति नित्यं
ज्ञानज्योतिर्हतमलकलिः सर्वलोकैकसाक्षी
।।२८८।।
परिणामपुव्ववयणं जीवस्स य बंधकारणं होइ
परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो ।।१७३।।
ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होइ
ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो ।।१७४।।
परिणामपूर्ववचनं जीवस्य च बंधकारणं भवति
परिणामरहितवचनं तस्माज्ज्ञानिनो न हि बंधः ।।१७३।।
ईहापूर्वं वचनं जीवस्य च बंधकारणं भवति
ईहारहितं वचनं तस्माज्ज्ञानिनो न हि बंधः ।।१७४।।
[શ્લોકાર્થ] સહજમહિમાવંત દેવાધિદેવ જિનેશ લોકરૂપી ભવનની અંદર રહેલા
સર્વ પદાર્થોને જાણતા હોવા છતાં, તેમ જ દેખતા હોવા છતાં, મોહના અભાવને લીધે સમસ્ત
પરને (
કોઈ પણ પર પદાર્થને) નિત્ય (કદાપિ) ગ્રહતા નથી જ; (પરંતુ) જેમણે
જ્ઞાનજ્યોતિ વડે મળરૂપ ક્લેશનો નાશ કર્યો છે એવા તે જિનેશ સર્વ લોકના એક સાક્ષી
(
કેવળ જ્ઞાતાદ્રષ્ટા) છે. ૨૮૮.
પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩.
અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪.
અન્વયાર્થ[परिणामपूर्ववचनं] પરિણામપૂર્વક (મનપરિણામપૂર્વક) વચન [जीवस्य
च] જીવને [बंधकारणं] બંધનું કારણ [भवति] છે; [परिणामरहितवचनं] (જ્ઞાનીને)