૩૪
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं ।
णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ।।१७७।।
जातिजरामरणरहितं परमं कर्माष्टवर्जितं शुद्धम् ।
ज्ञानादिचतुःस्वभावं अक्षयमविनाशमच्छेद्यम् ।।१७७।।
कारणपरमतत्त्वस्वरूपाख्यानमेतत् ।
निसर्गतः संसृतेरभावाज्जातिजरामरणरहितम्, परमपारिणामिकभावेन परमस्वभाव-
त्वात्परमम्, त्रिकालनिरुपाधिस्वरूपत्वात् कर्माष्टकवर्जितम्, द्रव्यभावकर्मरहितत्वाच्छुद्धम्,
सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजचिच्छक्ति मयत्वाज्ज्ञानादिचतुःस्वभावम्, सादिसनिधन-
પ્રકારના સંસારથી મુક્ત, પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા (અર્થાત્ દ્રવ્યપરાવર્તન,
ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન ને ભાવપરાવર્તનથી મુક્ત કરનારા), પંચપ્રકાર
સિદ્ધોને (અર્થાત્ પાંચ પ્રકારની મુક્તિને — સિદ્ધિને — પ્રાપ્ત સિદ્ધભગવંતોને) હું પાંચ પ્રકારના
સંસારથી મુક્ત થવા માટે વંદું છું. ૨૯૫.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે,
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે. ૧૭૭.
અન્વયાર્થઃ — (પરમાત્મતત્ત્વ) [जातिजरामरणरहितम्] જન્મ-જરા-મરણ રહિત, [परमम्]
પરમ, [कर्माष्टवर्जितम्] આઠ કર્મ વિનાનું, [शुद्धम्] શુદ્ધ, [ज्ञानादिचतुःस्वभावम्] જ્ઞાનાદિક ચાર
સ્વભાવવાળું, [अक्षयम्] અક્ષય, [अविनाशम्] અવિનાશી અને [अच्छेद्यम्] અચ્છેદ્ય છે.
ટીકાઃ — (જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થવાય છે એવા) કારણપરમતત્ત્વના
સ્વરૂપનું આ કથન છે.
(કારણપરમતત્ત્વ આવું છેઃ — ) નિસર્ગથી (સ્વભાવથી) સંસારનો અભાવ હોવાને
લીધે જન્મ-જરા-મરણ રહિત છે; પરમ-પારિણામિકભાવ વડે પરમસ્વભાવવાળું હોવાને લીધે
પરમ છે; ત્રણે કાળે નિરુપાધિ-સ્વરૂપવાળું હોવાને લીધે આઠ કર્મ વિનાનું છે; દ્રવ્યકર્મ અને
ભાવકર્મ રહિત હોવાને લીધે શુદ્ધ છે; સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર અને
સહજચિત્શક્તિમય હોવાને લીધે જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું છે; સાદિ-સાંત, મૂર્ત
ઇન્દ્રિયાત્મક વિજાતીય-વિભાવવ્યંજનપર્યાય રહિત હોવાને લીધે અક્ષય છે; પ્રશસ્ત-અપ્રશસ્ત