૩૫૨
]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णवि दुक्खं णवि सुक्खं णवि पीडा णेव विज्जदे बाहा ।
णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिव्वाणं ।।१७9।।
नापि दुःखं नापि सौख्यं नापि पीडा नैव विद्यते बाधा ।
नापि मरणं नापि जननं तत्रैव च भवति निर्वाणम् ।।१७9।।
इह हि सांसारिकविकारनिकायाभावान्निर्वाणं भवतीत्युक्त म् ।
निरुपरागरत्नत्रयात्मकपरमात्मनः सततान्तर्मुखाकारपरमाध्यात्मस्वरूपनिरतस्य तस्य
वाऽशुभपरिणतेरभावान्न चाशुभकर्म अशुभकर्माभावान्न दुःखम्, शुभपरिणतेरभावान्न
शुभकर्म शुभकर्माभावान्न खलु संसारसुखम्, पीडायोग्ययातनाशरीराभावान्न पीडा, असाता-
જ્યાં દુઃખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં,
જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯.
અન્વયાર્થઃ — [न अपि दुःखं] જ્યાં દુઃખ નથી, [न अपि सौख्यं] સુખ નથી, [न
अपि पीडा] પીડા નથી, [न एव बाधा विद्यते] બાધા નથી, [न अपि मरणं] મરણ નથી,
[न अपि जननं] જન્મ નથી, [तत्र एव च निर्वाणम् भवति] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્
દુઃખાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકાઃ — અહીં, (પરમતત્ત્વને) ખરેખર સાંસારિક વિકારસમૂહના અભાવને લીધે
૧નિર્વાણ છે એમ કહ્યું છે.
૨સતત અંતર્મુખાકાર પરમ-અધ્યાત્મસ્વરૂપમાં લીન એવા તે ૩નિરુપરાગ-
રત્નત્રયાત્મક પરમાત્માને અશુભ પરિણતિના અભાવને લીધે અશુભ કર્મ નથી અને
અશુભ કર્મના અભાવને લીધે દુઃખ નથી; શુભ પરિણતિના અભાવને લીધે શુભ કર્મ
નથી અને શુભ કર્મના અભાવને લીધે ખરેખર સંસારસુખ નથી; પીડાયોગ્ય
૧. નિર્વાણ = મોક્ષ; મુક્તિ. [પરમતત્ત્વ વિકારરહિત હોવાથી દ્રવ્ય-અપેક્ષાએ સદા મુક્ત જ છે. માટે
મુમુક્ષુએ એમ સમજવું કે વિકારરહિત પરમતત્ત્વના સંપૂર્ણ આશ્રયથી જ (અર્થાત્ તેના જ શ્રદ્ધાન-
જ્ઞાન-આચરણથી) તે પરમતત્ત્વ પોતાના સ્વાભાવિક મુક્તપર્યાયે પરિણમે છે.]
૨. સતત અંતર્મુખાકાર = નિરંતર અંતર્મુખ જેનો આકાર અર્થાત્ રૂપ છે એવા
૩. નિરુપરાગ = નિર્વિકાર; નિર્મળ.