કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૩
वेदनीयकर्माभावान्नैव विद्यते बाधा, पंचविधनोकर्माभावान्न मरणम्, पंचविधनोकर्म-
हेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम् । एवंलक्षणलक्षिताक्षुण्णविक्षेपविनिर्मुक्त परमतत्त्वस्य
सदा निर्वाणं भवतीति ।
(मालिनी)
भवभवसुखदुःखं विद्यते नैव बाधा
जननमरणपीडा नास्ति यस्येह नित्यम् ।
तमहमभिनमामि स्तौमि संभावयामि
स्मरसुखविमुखस्सन् मुक्ति सौख्याय नित्यम् ।।२9८।।
(अनुष्टुभ्)
आत्माराधनया हीनः सापराध इति स्मृतः ।
अहमात्मानमानन्दमंदिरं नौमि नित्यशः ।।२9 9।।
*યાતનાશરીરના અભાવને લીધે પીડા નથી; અશાતાવેદનીય કર્મના અભાવને લીધે બાધા
નથી; પાંચ પ્રકારનાં નોકર્મના અભાવને લીધે મરણ નથી; પાંચ પ્રકારનાં નોકર્મના
હેતુભૂત કર્મપુદ્ગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી. — આવાં લક્ષણોથી લક્ષિત,
અખંડ, વિક્ષેપરહિત પરમતત્ત્વને સદા નિર્વાણ છે.
[હવે આ ૧૭૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ — ] આ લોકમાં જેને સદા ભવભવનાં સુખદુઃખ નથી, બાધા નથી,
જન્મ, મરણ અને પીડા નથી, તેને ( – તે પરમાત્માને) હું, મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે,
કામદેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું
છું. ૨૯૮.
[શ્લોકાર્થઃ — ] આત્માની આરાધના રહિત જીવને સાપરાધ ( – અપરાધી) ગણવામાં
આવ્યો છે. (તેથી) હું આનંદમંદિર આત્માને (આનંદના ઘરરૂપ નિજાત્માને) નિત્ય નમું
છું. ૨૯૯.
*યાતના = વેદના; પીડા. (શરીર વેદનાની મૂર્તિ છે.)