Niyamsar (Gujarati). Gatha: 180.

< Previous Page   Next Page >


Page 354 of 380
PDF/HTML Page 383 of 409

 

background image
૩૫
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य
ण य तिण्हा णेव छुहा तत्थेव य होइ णिव्वाणं ।।१८०।।
नापि इन्द्रियाः उपसर्गाः नापि मोहो विस्मयो न निद्रा च
न च तृष्णा नैव क्षुधा तत्रैव च भवति निर्वाणम् ।।१८०।।
परमनिर्वाणयोग्यपरमतत्त्वस्वरूपाख्यानमेतत
अखंडैकप्रदेशज्ञानस्वरूपत्वात् स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियव्यापाराः देव-
मानवतिर्यगचेतनोपसर्गाश्च न भवन्ति, क्षायिकज्ञानयथाख्यातचारित्रमयत्वान्न दर्शनचारित्र-
भेदविभिन्नमोहनीयद्वितयमपि, बाह्यप्रपंचविमुखत्वान्न विस्मयः, नित्योन्मीलितशुद्ध-
ज्ञानस्वरूपत्वान्न निद्रा, असातावेदनीयकर्मनिर्मूलनान्न क्षुधा तृषा च
तत्र परमब्रह्मणि नित्यं
ब्रह्म भवतीति
નહિ ઇન્દ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં,
નિદ્રા નહીં, ન ક્ષુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૦.
અન્વયાર્થ[न अपि इन्द्रियाः उपसर्गाः] જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, [न
अपि मोहः विस्मयः] મોહ નથી, વિસ્મય નથી, [न निद्रा च] નિદ્રા નથી, [न च तृष्णा]
તૃષા નથી, [न एव क्षुधा] ક્ષુધા નથી, [तत्र एव च निर्वाणम् भवति] ત્યાં જ નિર્વાણ છે
(અર્થાત્ ઇન્દ્રિયાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકાઆ, પરમ નિર્વાણને યોગ્ય પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(પરમતત્ત્વ) *અખંડ-એકપ્રદેશી-જ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) સ્પર્શન, રસન, ઘ્રાણ,
ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયોના વ્યાપારો નથી તથા દેવ, માનવ, તિર્યંચ ને અચેતનકૃત
ઉપસર્ગો નથી; ક્ષાયિકજ્ઞાનમય અને યથાખ્યાતચારિત્રમય હોવાને લીધે (તેને) દર્શનમોહનીય
અને ચારિત્રમોહનીય એવા ભેદવાળું બે પ્રકારનું મોહનીય નથી; બાહ્ય પ્રપંચથી વિમુખ
હોવાને લીધે (તેને) વિસ્મય નથી; નિત્ય-પ્રકટિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) નિદ્રા
નથી; અશાતાવેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે (તેને) ક્ષુધા અને તૃષા નથી. તે પરમ
બ્રહ્મમાં (
પરમાત્મતત્ત્વમાં) સદા બ્રહ્મ (નિર્વાણ) છે.
*ખંડરહિત અભિન્નપ્રદેશી જ્ઞાન પરમતત્ત્વનું સ્વરૂપ છે તેથી પરમતત્ત્વને ઇન્દ્રિયો અને ઉપસર્ગો નથી.