परिभवति न मृत्युर्नागतिर्नो गतिर्वा ।
गुणगुरुगुरुपादाम्भोजसेवाप्रसादात् ।।’’
ऽक्षानामुच्चैर्विविधविषमं वर्तनं नैव किंचित् ।
तस्मिन्नित्यं निजसुखमयं भाति निर्वाणमेकम् ।।३००।।
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૮ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જ્યાં (જે તત્ત્વમાં) જ્વર, જન્મ અને જરાની વેદના નથી, મૃત્યુ નથી, ગતિ કે આગતિ નથી, તે તત્ત્વને અતિ નિર્મળ ચિત્તવાળા પુરુષો, શરીરમાં રહ્યા છતાં પણ, ગુણમાં મોટા એવા ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અનુભવે છે.’’
વળી (આ ૧૮૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] અનુપમ ગુણોથી અલંકૃત અને નિર્વિકલ્પ એવા જે બ્રહ્મમાં (આત્મતત્ત્વમાં) ઇન્દ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન જરા પણ નથી જ, તથા સંસારના મૂળભૂત અન્ય (મોહ-વિસ્મયાદિ) *સંસારીગુણસમૂહો નથી જ, તે બ્રહ્મમાં સદા નિજસુખમય એક નિર્વાણ પ્રકાશમાન છે. ૩૦૦.
*મોહ, વિસ્મય વગેરે દોષો સંસારીઓના ગુણો છે — કે જે સંસારના કારણભૂત છે.