૩૫
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णवि कम्मं णोकम्मं णवि चिंता णेव अट्टरुद्दाणि ।
णवि धम्मसुक्कझाणे तत्थेव य होइ णिव्वाणं ।।१८१।।
नापि कर्म नोकर्म नापि चिन्ता नैवार्तरौद्रे ।
नापि धर्मशुक्लध्याने तत्रैव च भवति निर्वाणम् ।।१८१।।
सकलकर्मविनिर्मुक्त शुभाशुभशुद्धध्यानध्येयविकल्पविनिर्मुक्त परमतत्त्वस्वरूपाख्यान-
मेतत् ।
सदा निरंजनत्वान्न द्रव्यकर्माष्टकं, त्रिकालनिरुपाधिस्वरूपत्वान्न नोकर्मपंचकं च,
अमनस्कत्वान्न चिंता, औदयिकादिविभावभावानामभावादार्तरौद्रध्याने न स्तः, धर्म-
शुक्लध्यानयोग्यचरमशरीराभावात्तद्द्वितयमपि न भवति । तत्रैव च महानंद इति ।
જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોભય નહીં,
જ્યાં ધર્મશુક્લધ્યાન છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧.
અન્વયાર્થઃ — [न अपि कर्म नोकर्म] જ્યાં કર્મ ને નોકર્મ નથી, [न अपि चिन्ता]
ચિંતા નથી, [न एव आर्तरौद्रे] આર્ત ને રૌદ્ર ધ્યાન નથી, [न अपि धर्मशुक्लध्याने] ધર્મ
ને શુક્લ ધ્યાન નથી, [तत्र एव च निर्वाणम् भवति] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્
કર્માદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકાઃ — આ, સર્વ કર્મોથી વિમુક્ત ( – રહિત) તેમ જ શુભ, અશુભ ને શુદ્ધ
ધ્યાન તથા ધ્યેયના વિકલ્પોથી વિમુક્ત પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(પરમતત્ત્વ) સદા નિરંજન હોવાને લીધે (તેને) આઠ દ્રવ્યકર્મ નથી; ત્રણે કાળે
નિરુપાધિસ્વરૂપવાળું હોવાને લીધે (તેને) પાંચ નોકર્મ નથી; મન રહિત હોવાને લીધે
ચિંતા નથી; ઔદયિકાદિ વિભાવભાવોનો અભાવ હોવાને લીધે આર્ત ને રૌદ્ર ધ્યાન
નથી; ધર્મધ્યાન ને શુક્લધ્યાનને યોગ્ય ચરમ શરીરનો અભાવ હોવાને લીધે તે બે ધ્યાન
નથી. ત્યાં જ મહા આનંદ છે.
[હવે આ ૧૮૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]