કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૭
(मंदाक्रांता)
निर्वाणस्थे प्रहतदुरितध्वान्तसंघे विशुद्धे
कर्माशेषं न च न च पुनर्ध्यानकं तच्चतुष्कम् ।
तस्मिन्सिद्धे भगवति परंब्रह्मणि ज्ञानपुंजे
काचिन्मुक्ति र्भवति वचसां मानसानां च दूरम् ।।३०१।।
विज्जदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं ।
केवलदिट्ठि अमुत्तं अत्थित्तं सप्पदेसत्तं ।।१८२।।
विद्यते केवलज्ञानं केवलसौख्यं च केवलं वीर्यम् ।
केवलद्रष्टिरमूर्तत्वमस्तित्वं सप्रदेशत्वम् ।।१८२।।
भगवतः सिद्धस्य स्वभावगुणस्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारस्वात्माश्रयनिश्चयपरमशुक्लध्यानबलेन ज्ञानावरणाद्यष्टविध-
कर्मविलये जाते ततो भगवतः सिद्धपरमेष्ठिनः केवलज्ञानकेवलदर्शनकेवलवीर्य-
[શ્લોકાર્થઃ — ] જે નિર્વાણમાં સ્થિત છે, જેણે પાપરૂપી અંધકારના સમૂહનો નાશ
કર્યો છે અને જે વિશુદ્ધ છે, તેમાં ( – તે પરમબ્રહ્મમાં) અશેષ (સમસ્ત) કર્મ નથી તેમ જ
પેલાં ચાર ધ્યાનો નથી. તે સિદ્ધરૂપ ભગવાન જ્ઞાનપુંજ પરમબ્રહ્મમાં કોઈ એવી મુક્તિ છે
કે જે વચન ને મનથી દૂર છે. ૩૦૧.
દ્રગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે,
અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨.
અન્વયાર્થઃ — [केवलज्ञानं] (સિદ્ધભગવાનને) કેવળજ્ઞાન, [केवलद्रष्टिः] કેવળદર્શન,
[केवलसौख्यं च] કેવળસુખ, [केवलं वीर्यम्] કેવળવીર્ય, [अमूर्तत्वम्] અમૂર્તત્વ, [अस्तित्वं]
અસ્તિત્વ અને [सप्रदेशत्वम्] સપ્રદેશત્વ [विद्यते] હોય છે.
ટીકાઃ — આ, ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર ( – સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા), સ્વાત્માશ્રિત
નિશ્ચય-પરમશુક્લધ્યાનના બળથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોનો વિલય થતાં, તે કારણે