तस्मिन्सिद्धे भवति नितरां केवलज्ञानमेतत् ।
सिद्धिसिद्धयोरेकत्वप्रतिपादनपरायणमेतत् । ભગવાન સિદ્ધપરમેષ્ઠીને કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય, કેવળસુખ, અમૂર્તત્વ, અસ્તિત્વ, સપ્રદેશત્વ વગેરે સ્વભાવગુણો હોય છે.
[હવે આ ૧૮૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] બંધના છેદને લીધે, ભગવાન તેમ જ નિત્યશુદ્ધ એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં ( – સિદ્ધપરમેષ્ઠીમાં) સદા અત્યંતપણે આ કેવળજ્ઞાન હોય છે, સમગ્ર જેનો વિષય છે એવું સાક્ષાત્ દર્શન હોય છે, *આત્યંતિક સૌખ્ય હોય છે તથા શુદ્ધશુદ્ધ એવો વીર્યાદિક અન્ય ગુણરૂપી મણિઓનો સમૂહ હોય છે. ૩૦૨.
અન્વયાર્થઃ — [निर्वाणम् एव सिद्धाः] નિર્વાણ તે જ સિદ્ધો છે અને [सिद्धाः निर्वाणम्] સિદ્ધો તે નિર્વાણ છે [इति समुद्दिष्टाः] એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. [कर्मविमुक्त : आत्मा] કર્મથી વિમુક્ત આત્મા [लोकाग्रपर्यन्तम्] લોકાગ્ર પર્યંત [गच्छति] જાય છે.
ટીકાઃ — આ, સિદ્ધિ અને સિદ્ધના એકત્વના પ્રતિપાદન વિષે છે.
૩૫
*આત્યંતિક = સર્વશ્રેષ્ઠ; અનંત.