Niyamsar (Gujarati). Shlok: 307 Gatha: 187.

< Previous Page   Next Page >


Page 364 of 380
PDF/HTML Page 393 of 409

 

background image
૩૬
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
માર્ગોને લીધે અત્યંત +દુર્ગમ છે, તે સંસાર-અટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક
જ શરણ છે. ૩૦૬.
વળી
[શ્લોકાર્થ] જે પ્રભુનું જ્ઞાનશરીર સદા લોકાલોકનું નિકેતન છે (અર્થાત્ જે
નેમિનાથપ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છેજણાય છે), તે શ્રી નેમિનાથ
તીર્થેશ્વરનેકે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમનેસ્તવવાને ત્રણે
લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? (તોપણ) તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જિન
પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭.
નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને,
સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭.
અન્વયાર્થ[पूर्वापरदोषनिर्मुक्त म्] પૂર્વાપર દોષ રહિત [जिनोपदेशं] જિનોપદેશને
[ज्ञात्वा] જાણીને [मया] મેં [निजभावनानिमित्तं] નિજભાવનાનિમિત્તે [नियमसारनामश्रुतम्]
નિયમસાર નામનું શાસ્ત્ર [कृतम्] કર્યું છે.
तथा हि
(शार्दूलविक्रीडित)
लोकालोकनिकेतनं वपुरदो ज्ञानं च यस्य प्रभो-
स्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम्
स्तोतुं के भुवनत्रयेऽपि मनुजाः शक्ताः सुरा वा पुनः
जाने तत्स्तवनैककारणमहं भक्ति र्जिनेऽत्युत्सुका
।।३०७।।
णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं
णच्चा जिणोवदेसं पुव्वावरदोसणिम्मुक्कं ।।१८७।।
निजभावनानिमित्तं मया कृतं नियमसारनामश्रुतम्
ज्ञात्वा जिनोपदेशं पूर्वापरदोषनिर्मुक्त म् ।।१८७।।
+દુર્ગમ = મુશ્કેલીથી ઓળંગી શકાય એવું; દુસ્તર. (સંસાર-અટવીને વિષે અનેક કુનયરૂપી
માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાદ્રષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસાર-અટવી
અત્યંત દુસ્તર છે.)