Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 366 of 380
PDF/HTML Page 395 of 409

 

background image
૩૬
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વ્યુત્સર્ગ વગેરે સકળ પરમાર્થ ક્રિયાકાંડના આડંબરથી સમૃદ્ધ છે (અર્થાત્ જેમાં પરમાર્થ
ક્રિયાઓનું પુષ્કળ નિરૂપણ છે) અને જે ત્રણ ઉપયોગથી સુસંપન્ન છે (અર્થાત્ જેમાં
અશુભ, શુભ ને શુદ્ધ ઉપયોગનું પુષ્કળ કથન છે)એવા આ પરમેશ્વર શાસ્ત્રનું ખરેખર
બે પ્રકારનું તાત્પર્ય છેઃ સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય. સૂત્રતાત્પર્ય તો પદ્યકથનથી દરેક
સૂત્રને વિષે (
પદ્ય દ્વારા દરેક ગાથાના અંતે) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અને
શાસ્ત્રતાત્પર્ય આ નીચે પ્રમાણે ટીકા વડે પ્રતિપાદિત કરવામાં આવે છેઃ આ
(નિયમસારશાસ્ત્ર)
ભાગવત શાસ્ત્ર છે. જે (શાસ્ત્ર) નિર્વાણસુંદરીથી ઉત્પન્ન થતા,
પરમવીતરાગાત્મક, નિરાબાધ, નિરંતર અને અનંગ પરમાનંદનું દેનારું છે, જે
નિરતિશય, નિત્યશુદ્ધ, નિરંજન નિજ કારણપરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત
નયોના સમૂહથી શોભિત છે, જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર-પરિગ્રહવાળાથી (નિર્ગ્રંથ મુનિવરથી) રચાયેલું છે
એવા આ
ભાગવત શાસ્ત્રને જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયના અવિરોધથી જાણે છે, તે
મહાપુરુષો
સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણનારાઓ અને પરમાનંદરૂપ વીતરાગ
સુખના અભિલાષીઓબાહ્ય-અભ્યંતર ચોવીશ પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને,
प्रायश्चित्तपरमालोचनानियमव्युत्सर्गप्रभृतिसकलपरमार्थक्रियाकांडाडंबरसमृद्धस्य उपयोग-
त्रयविशालस्य परमेश्वरस्य शास्त्रस्य द्विविधं किल तात्पर्यं, सूत्रतात्पर्यं शास्त्रतात्पर्यं चेति
सूत्रतात्पर्यं पद्योपन्यासेन प्रतिसूत्रमेव प्रतिपादितम्, शास्त्रतात्पर्यं त्विदमुपदर्शनेन भागवतं
शास्त्रमिदं निर्वाणसुंदरीसमुद्भवपरमवीतरागात्मकनिर्व्याबाधनिरन्तरानङ्गपरमानन्दप्रदं निरति-
शयनित्यशुद्धनिरंजननिजकारणपरमात्मभावनाकारणं समस्तनयनिचयांचितं पंचमगति-
हेतुभूतं पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण निर्मितमिदं ये खलु निश्चयव्यवहारनययोरविरोधेन
जानन्ति ते खलु महान्तः समस्ताध्यात्मशास्त्रहृदयवेदिनः परमानंदवीतरागसुखाभिलाषिणः
परित्यक्त बाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहप्रपंचाः त्रिकालनिरुपाधिस्वरूपनिरतनिजकारण-
૧. ભાગવત = ભગવાનનું; દૈવી; પવિત્ર.
૨. નિરાબાધ = બાધા રહિત; નિર્વિઘ્ન.
૩. અનંગ = અશરીરી; આત્મિક; અતીંદ્રિય.
૪. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ.
૫. હૃદય = હાર્દ; રહસ્ય; મર્મ. (આ ભાગવત શાસ્ત્રને જેઓ સમ્યક્ પ્રકારે જાણે છે, તેઓ સમસ્ત
અધ્યાત્મશાસ્ત્રોના હાર્દના જ્ઞાતા છે.)