शब्दब्रह्मफलस्य शाश्वतसुखस्य भोक्तारो भवन्तीति ।
ललितपदनिकायैर्निर्मितं शास्त्रमेतत् ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।३०८।।
ત્રિકાળનિરુપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણપરમાત્માના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન- આચરણાત્મક ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ એવા ૧સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ વર્તતા થકા, શબ્દબ્રહ્મના ફળરૂપ શાશ્વત સુખના ભોક્તા થાય છે.
[હવે આ નિયમસાર-પરમાગમની તાત્પર્યવૃત્તિ નામની ટીકાની પૂર્ણાહુતિ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ ચાર શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] સુકવિજનરૂપી કમળોને આનંદ દેનારા ( – વિકસાવનારા) સૂર્યે લલિત પદસમૂહો વડે રચેલા આ ઉત્તમ શાસ્ત્રને જે વિશુદ્ધ આત્માનો આકાંક્ષી જીવ નિજ મનમાં ધારણ કરે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૮.
[શ્લોકાર્થઃ — ] પદ્મપ્રભ નામના ઉત્તમ સમુદ્રથી ઉત્પન્ન થતી જે આ ઊર્મિમાળા — કથની (ટીકા), તે સત્પુરુષોનાં ચિત્તમાં સ્થિત રહો. ૩૦૯.
[શ્લોકાર્થઃ — ] આમાં જો કોઈ પદ લક્ષણશાસ્ત્રથી વિરુદ્ધ હોય તો ભદ્ર કવિઓ તેનો લોપ કરીને ઉત્તમ પદ કરજો. ૩૧૦.
૧. સ્વસ્થ = નિજાત્મસ્થિત. (નિજાત્મસ્થિત શુદ્ધરત્નત્રય ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ છે.)