Niyamsar (Gujarati). Shlok: 311 Samapt.

< Previous Page   Next Page >


Page 368 of 380
PDF/HTML Page 397 of 409

 

background image
૩૬૮ ]નિયમસાર
[શ્લોકાર્થ] જ્યાં સુધી તારાગણોથી વિંટળાયેલું પૂર્ણચંદ્રબિંબ ઉજ્જ્વળ ગગનમાં
વિરાજે (શોભે), બરાબર ત્યાં સુધી તાત્પર્યવૃત્તિ (નામની આ ટીકા)કે જેણે હેય વૃત્તિઓને
નિરસ્ત કરી છે (અર્થાત્ જેણે છોડવાયોગ્ય સમસ્ત વિભાવવૃત્તિઓને દૂર ફેંકી દીધી છે)
તેસત્પુરુષોના વિશાળ હૃદયમાં સ્થિત રહો. ૩૧૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં)
શુદ્ધોપયોગ અધિકાર નામનો બારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત) તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકાનો શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાપ્ત
(वसंततिलका)
यावत्सदागतिपथे रुचिरे विरेजे
तारागणैः परिवृतं सकलेन्दुबिंबम्
तात्पर्यवृत्तिरपहस्तितहेयवृत्तिः
स्थेयात्सतां विपुलचेतसि तावदेव
।।३११।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धोपयोगाधिकारो द्वादशमः श्रुतस्कन्धः ।।
समाप्ता चेयं तात्पर्यवृत्तिः
L