Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 380
PDF/HTML Page 43 of 409

 

background image
(૧૫) પરમ સમરસીભાવની ભાવના રહિત જીવોને (પરમ સમતાભાવના અનુભવ
રહિત જીવોને) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે.
(૧૬) કેવળ શુભ કર્મથી દેવપર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી નારકપર્યાયમાં જે
ઉત્પત્તિ, માયાથી તિર્યંચપર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્યપર્યાયમાં
જે ઉત્પત્તિ, તે જન્મ છે. (૧૭) દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનજ્યોતિ અસ્ત
થઈ જાય છે તે જ નિદ્રા છે. (૧૮) ઇષ્ટના વિયોગમાં વિક્લવભાવ (ગભરાટ) તે જ
ઉદ્વેગ છે.
આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાપ્ત છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી
વિમુક્ત છે.
[વીતરાગ સર્વજ્ઞને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો અભાવ હોવાથી તેમને ભય, રોષ,
રાગ, મોહ, શુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા તથા ઉદ્વેગ ક્યાંથી હોય?
વળી તેમને સમુદ્ર જેટલા શાતાવેદનીયકર્મોદય મધ્યે બિંદુ જેટલો અશાતા-
વેદનીયકર્મોદય વર્તે છે તે, મોહનીયકર્મના તદ્દન અભાવમાં, લેશમાત્ર પણ ક્ષુધા કે તૃષાનું
નિમિત્ત ક્યાંથી થાય? ન જ થાય; કારણ કે ગમે તેટલું અશાતાવેદનીયકર્મ હોય તોપણ
મોહનીયકર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહિ, તો પછી અહીં તો જ્યાં
અનંતગુણા શાતાવેદનીયકર્મ મધ્યે અલ્પમાત્ર (
અવિદ્યમાન જેવું) અશાતાવેદનીયકર્મ વર્તે
છે ત્યાં ક્ષુધાતૃષાની લાગણી ક્યાંથી હોય? ક્ષુધાતૃષાના સદ્ભાવમાં અનંત સુખ, અનંત
વીર્ય વગેરે ક્યાંથી સંભવે? આમ વીતરાગ સર્વજ્ઞને ક્ષુધા (તથા તૃષા) નહિ હોવાથી
તેમને કવલાહાર પણ હોતો નથી. કવલાહાર વિના પણ તેમને (અન્ય મનુષ્યોને
અસંભવિત એવાં,) સુગંધિત, સુરસવાળાં, સપ્તધાતુરહિત પરમૌદારિક શરીરરૂપ
નોકર્માહારને યોગ્ય, સૂક્ષ્મ પુદ્ગલો પ્રતિક્ષણ આવે છે અને તેથી શરીરસ્થિતિ રહે છે.
વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે અર્થાત્ ઘાતિકર્મોના
અભાવને અને બાકી રહેલાં અઘાતિકર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વીતરાગ
સર્વજ્ઞને તે બાકી રહેલાં અઘાતિકર્મોના ફળરૂપ પરમૌદારિક શરીરમાં જરા, રોગ અને
પરસેવો હોતાં નથી.
भावनापरित्यक्तानां क्वचिदपूर्वदर्शनाद्विस्मयः केवलेन शुभकर्मणा, केवलेनाशुभकर्मणा,
मायया, शुभाशुभमिश्रेण देवनारकतिर्यङ्मनुष्यपर्यायेषूत्पत्तिर्जन्म दर्शनावरणीयकर्मोदयेन
प्रत्यस्तमितज्ञानज्योतिरेव निद्रा इष्टवियोगेषु विक्लवभाव एवोद्वेगः एभिर्महा-
दोषैर्व्याप्तास्त्रयो लोकाः एतैर्विनिर्मुक्तो वीतरागसर्वज्ञ इति
૧૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-