Niyamsar (Gujarati). Shlok: 17 Gatha: 11.

< Previous Page   Next Page >


Page 25 of 380
PDF/HTML Page 54 of 409

 

background image
[ભાવાર્થઃચૈતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો છેઃ
(૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છેઃ
(૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો
છેઃ (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત
્ કેવળજ્ઞાનોપયોગ) અને (૨) કારણસ્વભાવ-
જ્ઞાનોપયોગ (અર્થાત*સહજજ્ઞાનોપયોગ). વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ
(૧) સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ
વિભાવજ્ઞાનોપયોગ). સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુત-
જ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મનઃપર્યયજ્ઞાનોપયોગ) હવેની બે ગાથાઓમાં કહેશે.
મિથ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત
્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે
(૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને (૩) વિભંગજ્ઞાનોપયોગ અર્થાત
કુઅવધિજ્ઞાનોપયોગ.]
[હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] જિનેંદ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને
પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે
ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત
મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭.
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે;
સુજ્ઞાન ને અજ્ઞાનએમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧.
(मालिनी)
अथ सकलजिनोक्त ज्ञानभेदं प्रबुद्ध्वा
परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः
सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं
स भवति परमश्रीकामिनीकामरूपः
।।१७।।
केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति
सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं ।।११।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૨૫
*સહજજ્ઞાનોપયોગ પરમ પારિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી