अनाथमुक्ति सुन्दरीनाथम् आत्मानं भावयेत् ।
परिहरतु समस्तं घोरसंसारमूलम् ।
तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति ।।१८।।
સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્યરૂપની શ્રદ્ધા — એ સ્વભાવ-અનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માને — અનાથ મુક્તિસુંદરીના નાથને — ભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવ- અનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો — અનુભવવો). આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ૧ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો.
[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત ૨સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપર (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮.
[શ્લોકાર્થઃ — ] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને ( – આત્માને) ભાવવો. ૧૯.
૧. ઉપન્યાસ = કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના.
૨. સુકૃત કે દુષ્કૃત = શુભ કે અશુભ.