Niyamsar (Gujarati). Shlok: 20-22.

< Previous Page   Next Page >


Page 30 of 380
PDF/HTML Page 59 of 409

 

background image
[શ્લોકાર્થઃ] મોહને નિર્મૂળ કરવાથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય
કરવાથી અને દ્વેષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ,
નિરુપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. ભેદ-
જ્ઞાનરૂપી વૃક્ષનું આ સત્ફળ વંદ્ય છે, જગતને મંગળરૂપ છે. ૨૦.
[શ્લોકાર્થઃ] આનંદમાં જેનો ફેલાવ છે, જે અવ્યાબાધ (બાધા રહિત) છે, જેની
સહજ અવસ્થા ખીલી નીકળી છે, જે અંતર્મુખ છે, જે પોતામાંસહજ વિલસતા (ખેલતા,
પરિણમતા) ચિત્ચમત્કારમાત્રમાંલીન છે, જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને (અંધકારદશાને,
અજ્ઞાનપરિણતિને) નષ્ટ કરી છે અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે, એવું સહજજ્ઞાન
સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે. ૨૧.
[શ્લોકાર્થઃ] સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધચૈતન્યમય મારા
આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૨૨.
(शार्दूलविक्रीडित)
शस्ताशस्तसमस्तरागविलयान्मोहस्य निर्मूलनाद्
द्वेषाम्भःपरिपूर्णमानसघटप्रध्वंसनात
् पावनम्
ज्ञानज्योतिरनुत्तमं निरुपधि प्रव्यक्ति नित्योदितं
भेदज्ञानमहीजसत्फलमिदं वन्द्यं जगन्मंगलम्
।।२०।।
(मन्दाक्रांता)
मोक्षे मोक्षे जयति सहजज्ञानमानन्दतानं
निर्व्याबाधं स्फु टितसहजावस्थमन्तर्मुखं च
लीनं स्वस्मिन्सहजविलसच्चिच्चमत्कारमात्रे
स्वस्य ज्योतिःप्रतिहततमोवृत्ति नित्याभिरामम्
।।२१।।
(अनुष्टुभ्)
सहजज्ञानसाम्राज्यसर्वस्वं शुद्धचिन्मयम्
ममात्मानमयं ज्ञात्वा निर्विकल्पो भवाम्यहम् ।।२२।।
૧. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ.
૨. નિરુપધિ = ઉપધિ વિનાની; પરિગ્રહ રહિત; બાહ્ય સામગ્રી રહિત; ઉપાધિ રહિત; છળકપટ રહિત
સરળ.
૩. સત્ફળ = સુંદર ફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ.
૩૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-