तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो ।
दर्शनोपयोगस्वरूपाख्यानमेतत् ।
यथा ज्ञानोपयोगो बहुविधविकल्पसनाथः दर्शनोपयोगश्च तथा । स्वभावदर्शनोपयोगो विभावदर्शनोपयोगश्च । स्वभावोऽपि द्विविधः, कारणस्वभावः कार्यस्वभावश्चेति । तत्र कारणद्रष्टिः सदा पावनरूपस्य औदयिकादिचतुर्णां विभावस्वभावपरभावानामगोचरस्य
અન્વયાર્થઃ — [तथा] તેવી રીતે [दर्शनोपयोगः] દર્શનોપયોગ [स्वस्वभावेतरविकल्पतः] સ્વભાવ અને વિભાવના ભેદથી [द्विविधः] બે પ્રકારનો છે. [केवलम्] જે કેવળ, [इन्द्रियरहितम्] ઇન્દ્રિયરહિત અને [असहायं] અસહાય છે, [तत्] તે [स्वभावः इति भणितः] સ્વભાવ- દર્શનોપયોગ કહ્યો છે.
ટીકાઃ — આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.
જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. (ત્યાં પ્રથમ, તેના બે ભેદ છેઃ ) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છેઃ કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ.
ત્યાં ૧કારણદ્રષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર ૨વિભાવસ્વભાવ
૧. દ્રષ્ટિ = દર્શન. [દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છેઃ (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા.]
૨. વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ
ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક
સહજપરમપારિણામિક ભાવને જ સદા-પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય
કરવાથી પરમપારિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ
સમ્યક્ત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.]