सत्तामात्रस्य परमचैतन्यसामान्यस्वरूपस्य अकृत्रिमपरमस्वस्वरूपाविचलस्थितिसनाथशुद्ध-
चारित्रस्य नित्यशुद्धनिरंजनबोधस्य निखिलदुरघवीरवैरिसेनावैजयन्तीविध्वंसकारणस्य तस्य खलु
स्वरूपश्रद्धानमात्रमेव
अन्या कार्यद्रष्टिः दर्शनज्ञानावरणीयप्रमुखघातिकर्मक्षयेण जातैव । अस्य खलु क्षायिकजीवस्य सकलविमलकेवलावबोधबुद्धभुवनत्रयस्य स्वात्मोत्थपरमवीतरागसुखसुधा- समुद्रस्य यथाख्याताभिधानकार्यशुद्धचारित्रस्य साद्यनिधनामूर्तातींद्रियस्वभावशुद्धसद्भूतव्यवहार- नयात्मकस्य त्रैलोक्यभव्यजनताप्रत्यक्षवंदनायोग्यस्य तीर्थकरपरमदेवस्य केवलज्ञानवदियमपि युगपल्लोकालोकव्यापिनी
પરભાવોને અગોચર એવો સહજ-પરમપારિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણસમયસારસ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે, જે પરમચૈતન્યસામાન્યસ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજનજ્ઞાનસ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર છે).
બીજી કાર્યદ્રષ્ટિ દર્શનાવરણીય – જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને — જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા છે, એવા તીર્થંકરપરમદેવને — કેવળજ્ઞાનની માફક આ (કાર્યદ્રષ્ટિ) પણ યુગપદ્ લોકાલોકમાં વ્યાપનારી છે.
૩૨ ]
૧સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે (અર્થાત્ કારણદ્રષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ
૨શુદ્ધસદ્ભૂતવ્યવહારનયાત્મક છે, અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય
૧. સ્વરૂપશ્રદ્ધાન = સ્વરૂપ-અપેક્ષાએ શ્રદ્ધાન. [જેમ કારણસ્વભાવજ્ઞાન અર્થાત્ સહજજ્ઞાન સ્વરૂપપ્રત્યક્ષ છે, તેમ કારણસ્વભાવદ્રષ્ટિ અર્થાત્ સહજદર્શન સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.]
૨. તીર્થંકરપરમદેવ શુદ્ધસદ્ભૂતવ્યવહારનયસ્વરૂપ છે, કે જે શુદ્ધસદ્ભૂતવ્યવહારનય સાદિ-અનંત, અમૂર્તિક અને અતીન્દ્રિયસ્વભાવવાળો છે.