રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે.
અશુદ્ધપર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે.
[હવે ૧૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને
પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદ્રષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ
પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.
[શ્લોકાર્થઃ — ] એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના
હૃદયકમળમાં કારણ-આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ
સમયસારને — કે જેને તું ભજી રહ્યો છે તેને — , હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીઘ્ર ભજ;
તું તે છે. ૨૫.
[શ્લોકાર્થઃ — ] જીવતત્ત્વ કવચિત્ સદ્ગુણો સહિત *વિલસે છે — દેખાય છે,
हानिश्च नीयते । अशुद्धपर्यायो नरनारकादिव्यंजनपर्याय इति ।
(मालिनी)
अथ सति परभावे शुद्धमात्मानमेकं
सहजगुणमणीनामाकरं पूर्णबोधम् ।
भजति निशितबुद्धिर्यः पुमान् शुद्धद्रष्टिः
स भवति परमश्रीकामिनीकामरूपः ।।२४।।
(मालिनी)
इति परगुणपर्यायेषु सत्सूत्तमानां
हृदयसरसिजाते राजते कारणात्मा ।
सपदि समयसारं तं परं ब्रह्मरूपं
भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम् ।।२५।।
(पृथ्वी)
क्वचिल्लसति सद्गुणैः क्वचिदशुद्धरूपैर्गुणैः
क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः ।
* વિલસવું = દેખાવ દેવો; દેખાવું; ઝળકવું; આવિર્ભૂત થવું; પ્રગટ થવું.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૫