ક્વચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે, કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે
અને ક્વચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે
એ બધાથી રહિત છે એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું
છું, ભાવું છું. ૨૬.
તિર્યંચ-નારક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા;
પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫.
અન્વયાર્થઃ — [नरनारकतिर्यक्सुराः पर्यायाः] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો
[ते] તે [विभावाः] વિભાવપર્યાયો [इति भणिताः] કહેવામાં આવ્યા છે; [कर्मोपाधि-
विवर्जितपर्यायाः] કર્મોપાધિ રહિત પર્યાયો [ते] તે [स्वभावाः] સ્વભાવપર્યાયો [इति भणिताः]
કહેવામાં આવ્યા છે.
ટીકાઃ — આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.
ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્યે પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં
આવે છેઃ કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.
અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીંદ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ
એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ
सनाथमपि जीवतत्त्वमनाथं समस्तैरिदं
नमामि परिभावयामि सकलार्थसिद्धयै सदा ।।२६।।
णरणारयतिरियसुरा पज्जाया ते विहावमिदि भणिदा ।
कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा ।।१५।।
नरनारकतिर्यक्सुराः पर्यायास्ते विभावा इति भणिताः ।
कर्मोपाधिविवर्जितपर्यायास्ते स्वभावा इति भणिताः ।।१५।।
स्वभावविभावपर्यायसंक्षेपोक्ति रियम् ।
तत्र स्वभावविभावपर्यायाणां मध्ये स्वभावपर्यायस्तावद् द्विप्रकारेणोच्यते । कारण-
शुद्धपर्यायः कार्यशुद्धपर्यायश्चेति । इह हि सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रिय-
स्वभावशुद्धसहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्व-
૩૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-