Niyamsar (Gujarati). Shlok: 27 Gatha: 16.

< Previous Page   Next Page >


Page 38 of 380
PDF/HTML Page 67 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
व्यवहारेण नरो जातः, तस्य नराकारो नरपर्यायः; केवलेनाशुभकर्मणा व्यवहारेणात्मा नारको
जातः, तस्य नारकाकारो नारकपर्यायः; किञ्चिच्छुभमिश्रमायापरिणामेन तिर्यक्कायजो
व्यवहारेणात्मा, तस्याकारस्तिर्यक्पर्यायः; केवलेन शुभकर्मणा व्यवहारेणात्मा देवः, तस्याकारो
देवपर्यायश्चेति
अस्य पर्यायस्य प्रपञ्चो ह्यागमान्तरे द्रष्टव्य इति
(मालिनी)
अपि च बहुविभावे सत्ययं शुद्धद्रष्टिः
सहजपरमतत्त्वाभ्यासनिष्णातबुद्धिः
सपदि समयसारान्नान्यदस्तीति मत्त्वा
स भवति परमश्रीकामिनीकामरूपः
।।२७।।
माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा
सत्तविहा णेरइया णादव्वा पुढविभेदेण ।।१६।।

શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે; કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક- આકાર તે નારકપર્યાય છે; કિંચિત્શુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે; અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.આ વ્યંજનપર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો.

[હવે ૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદ્રષ્ટિવાળો પુરુષ, ‘સમયસારથી અન્ય કાંઈ નથી’ એમ માનીને, શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૨૭.

છે કર્મભૂમિજ ભોગભૂમિજભેદ બે મનુજો તણા,
ને પૃથ્વીભેદે સપ્ત ભેદો જાણવા નારક તણા. ૧૬.

૩૮ ]