Niyamsar (Gujarati). Gatha: 17.

< Previous Page   Next Page >


Page 39 of 380
PDF/HTML Page 68 of 409

 

background image
તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના;
આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭.
અન્વયાર્થઃ[मानुषाः द्विविकल्पाः] મનુષ્યોના બે ભેદ છેઃ[कर्ममहीभोगभूमिसंजाताः]
કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા; [पृथ्वीभेदेन] પૃથ્વીના ભેદથી [नारकाः] નારકો
[सप्तविधाः ज्ञातव्याः] સાત પ્રકારના જાણવા; [तिर्यञ्चः] તિર્યંચોના [चतुर्दशभेदाः] ચૌદ ભેદ
[भणिताः] કહ્યા છે; [सुरगणाः] દેવસમૂહોના [चतुर्भेदाः] ચાર ભેદ છે. [एतेषां विस्तारः] આમનો
વિસ્તાર [लोकविभागेषु ज्ञातव्यः] લોકવિભાગમાંથી જાણી લેવો.
ટીકાઃઆ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.
*મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છેઃ કર્મભૂમિજ અને
ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છેઃ આર્ય અને મ્લેચ્છ.
પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ
મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે
चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउब्भेदा
एदेसिं वित्थारं लोयविभागेसु णादव्वं ।।१७।।
मानुषा द्विविकल्पाः कर्ममहीभोगभूमिसंजाताः
सप्तविधा नारका ज्ञातव्याः पृथ्वीभेदेन ।।१६।।
चतुर्दशभेदा भणितास्तिर्यञ्चः सुरगणाश्चतुर्भेदाः
एतेषां विस्तारो लोकविभागेषु ज्ञातव्यः ।।१७।।
चतुर्गतिस्वरूपनिरूपणाख्यानमेतत
मनोरपत्यानि मनुष्याः ते द्विविधाः, कर्मभूमिजा भोगभूमिजाश्चेति तत्र
कर्मभूमिजाश्च द्विविधाः, आर्या म्लेच्छाश्चेति आर्याः पुण्यक्षेत्रवर्तिनः म्लेच्छाः
पापक्षेत्रवर्तिनः भोगभूमिजाश्चार्यनामधेयधरा जघन्यमध्यमोत्तमक्षेत्रवर्तिनः एकद्वित्रि-
* ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન
શીખવીને લાલિતપાલિત કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં
આવે છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૯