[શ્લોકાર્થઃ — ] (હે જિનેંદ્ર!) દૈવયોગે હું સ્વર્ગમાં હોઉં, આ મનુષ્યલોકમાં હોઉં,
વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં, નાગેંદ્રના નગરમાં હોઉં, નારકોના
નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ) મને કર્મનો
ઉદ્ભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮.
[શ્લોકાર્થઃ — ] નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને,
હે જડમતિ, તું અહીં ફોગટ ક્લેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય
છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે; જો તને એ
જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ) હશે. ૨૯.
આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી;
ને કર્મજનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮.
અન્વયાર્થઃ — [आत्मा] આત્મા [पुद्गलकर्मणः] પુદ્ગલકર્મનો [कर्ता भोक्ता] કર્તા-
(मन्दाक्रांता)
स्वर्गे वाऽस्मिन्मनुजभुवने खेचरेन्द्रस्य दैवा-
ज्ज्योतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे ।
अन्यस्मिन् वा जिनपतिभवने कर्मणां नोऽस्तु सूतिः
भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्ति : ।।२८।।
(शार्दूलविक्रीडित)
नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च
त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु ।
तच्छक्ति र्जिननाथपादकमलद्वन्द्वार्चनायामियं
भक्ति स्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि ।।२9।।
कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारा ।
कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो ।।१८।।
कर्ता भोक्ता आत्मा पुद्गलकर्मणो भवति व्यवहारात् ।
कर्मजभावेनात्मा कर्ता भोक्ता तु निश्चयतः ।।१८।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૪૧
૬