Niyamsar (Gujarati). Shlok: 30-31.

< Previous Page   Next Page >


Page 42 of 380
PDF/HTML Page 71 of 409

 

background image
ભોક્તા [व्यवहारात्] વ્યવહારથી [भवति] છે [तु] અને [आत्मा] આત્મા [कर्मजभावेन]
કર્મજનિત ભાવનો [कर्ता भोक्ता] કર્તા-ભોક્તા [निश्चयतः] (અશુદ્ધ) નિશ્ચયથી છે.
ટીકાઃઆ, કર્તૃત્વ-ભોક્તૃત્વના પ્રકારનું કથન છે.
આત્મા નિકટવર્તી અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના
ફળરૂપ સુખદુઃખનો ભોક્તા છે, અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા
અને ભોક્તા છે, અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી (દેહાદિ) નોકર્મનો કર્તા છે, ઉપચરિત
અસદ્ભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો (ઘડો, વસ્ત્ર, ગાડું ઇત્યાદિનો) કર્તા છે. આમ
અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું.
[હવે ૧૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણ-
કમળયુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી
સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦.
[શ્લોકાર્થઃ] ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે; દ્રવ્યકર્મના નિરોધથી
कर्तृत्वभोक्तृत्वप्रकारकथनमिदम्
आसन्नगतानुपचरितासद्भूतव्यवहारनयाद् द्रव्यकर्मणां कर्ता तत्फलरूपाणां सुखदुःखानां
भोक्ता च, आत्मा हि अशुद्धनिश्चयनयेन सकलमोहरागद्वेषादिभावकर्मणां कर्ता भोक्ता च,
अनुपचरितासद्भूतव्यवहारेण नोकर्मणां कर्ता, उपचरितासद्भूतव्यवहारेण घटपटशकटादीनां
कर्ता
इत्यशुद्धजीवस्वरूपमुक्त म्
(मालिनी)
अपि च सकलरागद्वेषमोहात्मको यः
परमगुरुपदाब्जद्वन्द्वसेवाप्रसादात
सहजसमयसारं निर्विकल्पं हि बुद्ध्वा
स भवति परमश्रीकामिनीकान्तकान्तः
।।३०।।
(अनुष्टुभ्)
भावकर्मनिरोधेन द्रव्यकर्मनिरोधनम्
द्रव्यकर्मनिरोधेन संसारस्य निरोधनम् ।।३१।।
૪૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-