સંસારનો નિરોધ થાય છે. ૩૧.
[શ્લોકાર્થઃ — ] જે જીવ સમ્યગ્જ્ઞાનભાવરહિત વિમુગ્ધ (મોહી, ભ્રાન્ત) છે, તે
જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો
નથી; તેને લોકમાં (કોઈ) શરણ નથી. ૩૨.
[શ્લોકાર્થઃ — ] જે સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે, તે ભવ્ય પુરુષ
નિષ્કર્મ સુખસમૂહરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશયચૈતન્યમય,
એકરૂપ, અદ્વિતીય નિજ ભાવને પામે છે. ૩૩.
[શ્લોકાર્થઃ — ] (અમારા આત્મસ્વભાવમાં) વિભાવ અસત્ હોવાથી તેની અમને
ચિંતા નથી; અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને
સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી, નથી, નથી
જ. ૩૪.
(वसन्ततिलका)
संज्ञानभावपरिमुक्त विमुग्धजीवः
कुर्वन् शुभाशुभमनेकविधं स कर्म ।
निर्मुक्ति मार्गमणुमप्यभिवाञ्छितुं नो
जानाति तस्य शरणं न समस्ति लोके ।।३२।।
(वसन्ततिलका)
यः कर्मशर्मनिकरं परिहृत्य सर्वं
निष्कर्मशर्मनिकरामृतवारिपूरे ।
मज्जन्तमत्यधिकचिन्मयमेकरूपं
स्वं भावमद्वयममुं समुपैति भव्यः ।।३३।।
(मालिनी)
असति सति विभावे तस्य चिन्तास्ति नो नः
सततमनुभवामः शुद्धमात्मानमेकम् ।
हृदयकमलसंस्थं सर्वकर्मप्रमुक्तं
न खलु न खलु मुक्ति र्नान्यथास्त्यस्ति तस्मात् ।।३४।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૪૩