Niyamsar (Gujarati). Shlok: 35 Gatha: 19.

< Previous Page   Next Page >


Page 44 of 380
PDF/HTML Page 73 of 409

 

background image
[શ્લોકાર્થઃ] સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત
સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છેઆ પ્રમાણે
વ્યવહારનય છે. નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ
પુરુષોનો નિર્ણય છે. ૩૫.
પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે;
ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિકે. ૧૯.
અન્વયાર્થઃ[द्रव्यार्थिकेन] દ્રવ્યાર્થિક નયે [जीवाः] જીવો [पूर्वभणितपर्यायात्] પૂર્વકથિત
પર્યાયથી [व्यतिरिक्ताः] *વ્યતિરિક્ત છે; [पर्यायनयेन] પર્યાયનયે [जीवाः] જીવો [संयुक्ताः भवन्ति]
તે પર્યાયથી સંયુક્ત છે. [द्वाभ्याम्] આ રીતે જીવો બન્ને નયોથી સંયુક્ત છે.
ટીકાઃઅહીં બન્ને નયોનું સફળપણું કહ્યું છે.
ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય
જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે
(मालिनी)
भविनि भवगुणाः स्युः सिद्धजीवेऽपि नित्यं
निजपरमगुणाः स्युः सिद्धिसिद्धाः समस्ताः
व्यवहरणनयोऽयं निश्चयान्नैव सिद्धि-
र्न च भवति भवो वा निर्णयोऽयं बुधानाम्
।।३५।।
दव्वत्थिएण जीवा वदिरित्ता पुव्वभणिदपज्जाया
पज्जयणएण जीवा संजुत्ता होंति दुविहेहिं ।।9।।
द्रव्यार्थिकेन जीवा व्यतिरिक्ताः पूर्वभणितपर्यायात
पर्यायनयेन जीवाः संयुक्ता भवन्ति द्वाभ्याम् ।।9।।
इह हि नयद्वयस्य सफलत्वमुक्त म्
द्वौ हि नयौ भगवदर्हत्परमेश्वरेण प्रोक्तौ, द्रव्यार्थिकः पर्यायार्थिकश्चेति द्रव्यमेवार्थः
प्रयोजनमस्येति द्रव्यार्थिकः पर्याय एवार्थः प्रयोजनमस्येति पर्यायार्थिकः न खलु
૪૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
* વ્યતિરિક્ત = ભિન્ન; રહિત; શૂન્ય.